Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને નવી ગાઈડલાઈન જારી – પ્રાઈવેટ ઓફીસ, સિનેમાઘરો 31 માર્ચ સુધી 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રખાશે

Social Share

મુંબઈ – મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધતીજોવા મળી છે,વધતા જતા કેસની વચ્ચે રાજ્ય સરકારે એક નવો આદેશ જારી કર્યો છે. જેમાં તમામ થિયેટરો, ઓડિટોરિયમ અને કચેરીઓને 31 માર્ચ સુધીમાં 50 ટકાની ક્ષમતાથી ચલાવવાની સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,મહારાષ્ટ્રમાં વિતેલા દિવસને રોજ ગુરુવારે 24 કલાકમાં કોરોના 25 હાજર 833 નવા કેસ નોંધાયા છે, ગયા વર્ષે કોરોના મહામારી શરુ થયા બાદ આ એક દિવસનો સૌથીમોટો આંકડો છે.

શુક્રવારના રોજ થિયેટરો અને કચેરીઓમાં લોકોની ક્ષમતા મર્યાદિત રાખવાના મુખ્યમંત્રીના સીએમ ઉદ્ધવ ઠાકરેના આદેશ લોકડાઉનની ચેતવણી આપ્યાના થોડા દિવસ બાદ આવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે લોકો માસ્ક પહેરીને સામાજિક અંતરને અનુસરતા નથી, તેવા સંજોગોમાં સરકારે કડક લોકડાઉન લાગુ કરવું પડી શકે છે.

જારીલકરાયેલા આ આદેશમાં જણાવ્યું છે કે, આરોગ્ય અને અન્ય આવશ્યક સેવાઓ સિવાયની તમામ ખાનગી કચેરીઓ 50 ટકા ક્ષમતા સાથે કાર્ય રત રહેશે. આદેશમાં સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓને પણ કર્મચારીઓની હાજરી બાબતે નિર્ણય લેવા અંગે જણાવવામાં આવ્યું છે. જો કે ઉત્પાદન કેન્દ્રો સાથે જોડાયેલ ઓફિસો હજી પણ ઓછા કર્મચારીઓ સાથે કામ કરશે.

ઉલ્લેખનીય છે કે, ન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં મહારાષ્ટ્રમાં વધી રહેલા નવા કોરોના કેસની ચિંતા વ્યક્ત કરી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે 60 ટકાથી વધુ કોરોનાના સક્રિય કેસ તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે.

સાહિન-