નવા દિશા-નિર્દેશ જારી – આજથી વિદેશથી આવતા પ્રવાસીઓ એ ભારતમાં નહી રહેવું પડે ક્વોરોન્ટાઈન હેઠળ, જો કે કેટલીક શરતો લાગૂ
- ભારત આવતા વિદેશી પ્રવાસીઓને ક્વોરોન્ટાઈનમાંથી રાહત
- કેન્દ્રએ જારી કર્યા નવા દિશા-નિર્દેશ
દિલ્હીઃ-છેલ્લા ઘણા સમયથી કોરોનાના પ્રકોપને લઈને બહારથી આવતા વિદેશી પ્રવાસીઓને ભારકમાં ક્વોરોન્ટાઈન હેઠળ રાખવાના આદેશ હતા જો કે હવે તેમાં મોટી રાહત મળી છે, ભારતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જે હેઠળ સંપૂર્ણ વેક્સિન વાળા દેશોના પ્રવાસીઓને ક્વોરેન્ટાઇનમાં રહેવામાંથી મૂક્તિ આપવામાં આવી છે જેમની વેક્સિનને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે આ યાત્રીઓને ક્વોરેન્ટાઇનમાં રહેવાની જરૂર પડશે નહી. જો કે, તેઓએ કોરોનાનો આરટી -પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ જમા કરવો પડશે.
આ બાબતને લઈને મંત્રાલયે કહ્યું કે, કોરોના મહામારીની અસર સતત ઘટી રહી છે, કેટલાક પ્રાદેશિક ફેરફારો સહીત કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયરસની સતત બદલાતી પ્રકૃતિ અને સાર્સ-કોવી -2 વેરિએન્ટના વિકાસ પર નજર રાખવાની જરૂરિયાત જે ચિંતાનું કારણ છે તે હજુ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. ”
આ શરતોનું કરવું પડશે પાલન
નવી માર્ગદર્શિકામાં યાત્રીઓ સાથે સાથે એન્ટ્રી પોઈન્ટ પર ઉભેલા મુસાફરો માટે પ્રોટોકોલ આપવામાં આવ્યા છે મંત્રાલયે કહ્યું છે કે આ માર્ગદર્શિકા સોમવારથી લાગુ કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ દસ્તાવેજની સમયાંતરે જોખમ આકારણીના આધારે સમીક્ષા કરવામાં આવશે.
નવી જારી કરેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે મુસાફરીનું આયોજન કરતી વખતે, તમામ મુસાફરોએ ઓનલાઈન એર ફેસિલિટી પોર્ટલ પર સ્વ-ઘોષણા ફોર્મ સબમિટ કરવું પડશે અને નિર્ધારિત મુસાફરી પહેલાં નકારાત્મક કોરોના આરચીપીસીઆર રિપોર્ટ અપલોડ કરવો પડશે. મુસાફરી શરૂ કરતા 72 કલાક પહેલા આ પરીક્ષણ કરવું આવશ્યક છે.
કોરોનાનું જોખમ વાળા દેશો સિવાય, જે દેશોની સાથે WHO મંજૂર કોરોના રસીની પરસ્પર સ્વીકૃતિ માટે પારસ્પરિક વ્યવસ્થા છે તે દેશોના મુસાફરોને એરપોર્ટ છોડવા અને આગમન પર જવાની મંજૂરી આપવામાં આવશે. આ મુસાફરોએ સ્વ- 14 દિવસ સુધી તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવું પડશે.આ સાથે જ જો લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં રહ્યા છે અને તે મુસાફર કોરોનાના લક્ષણો બતાવે છે અથવા જો તે કોરોના પોઝિટિવ હોવાનું જણાય છે, તો તેને તાત્કાલિક હોમ ક્વોરેન્ટાઇન કરવાનું કહેવામાં આવશે અને તેની નજીકની આરોગ્ય સુવિધા અથવા રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1075 પર જાણ કરવી અથવા રાજ્ય હેલ્પલાઇન પર ફોન કરવો પડશે
જે યાત્રીઓ આંશિક રીતે રસી મૂકાવી છે અથવા જેમને રસી આપવામાં આવી નથી, આવા મુસાફરોએ કોરોના પરીક્ષણ માટે નમૂના આપવાના રહેશે, ત્યારબાદ તેમને એરપોર્ટની બહાર જવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે જ આ લોકોએ સાત દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. જો ડબલ ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તેમણે સાત દિવસ સુધી તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવી પડશે.