15 માર્ચના રોજ ક્રાઈસ્ટચર્ચ આંતકી હુમલો થયા બાદ ન્યૂઝીલેન્ડે એક અનોખી પહેલ કરી છે ,ત્યાની સરકાર ત્યાની જનતા પાસેથી બાય-બેક સ્કીમ રાખીને હથિયારની ખરીદી કરી રહી છે,20 જુનના રોજ આ સ્કીમ લાગુ થવાની સાથે 50 દિવસોમાં 12,183 હથિયારો સરકાર પાસે આવ્યા છે,જેમાંથી 11 હજાર હથિયારો પ્રતિબંધિત શ્રેણીના છે, સરકારે તેના બદલામાં 73 કરોડ જેવી મોટી રકમ લોકોને પરત કરી છે,આ સ્કીમ માટે 920 કરોડ રુપિયાનું અલગથી બઝેટ ફાળવવામાં આવ્યું છે, ન્યૂઝીલેન્ડ સરકારને પણ નથી ખબર કે ત્યાના લોકો પાસે કેટલા પ્રમાણમાં કેટલા હથિયારો છે.જો કે એક અનુમાન પ્રમાણે માન્ય અને અમાન્ય હથિયારો મળીને અંદાજે 12 લાખની તાદાદમાં હથિયોરો લોકો પાસે છે જ્યારે તેના પ્રમાણમાં ન્યૂઝીલેન્ડ દેશની વસ્તી 47.9 લાખ છે.એટલે કે દરેક ચાર વ્યક્તિમાંથી એક વયક્તિ પાસે એક બંદૂક છે.
લોકોને પોતાની બંદૂકોના વળતર માટે એક અલગ પ્રકારની સ્કીમ તૈયાર કરવામાં આવી છે, જે બંદૂકો ખરાબ હાલતમાં છે તેની કિંમતનું 25 ટકા વળતર આપવામાં આવી રહ્યુ છે ત્યારે તેની સામે જે બંદુકો સારી હાલતમાં છે તેને 95 ટકા સુધીની કિંમત વળતર રુપે આપવામાં આવી રહી છે
અમેરીકાના એક અહેવાલ મુજબ,ન્યૂલેન્ડમાં લોકો પાસે સૈન્ય શ્રેણીની ઑટોમેટીક ગન પણ છે જેની કિંમત 7 લાખ રુપિયાથી 70 લાખ રુપિયા સુધીની હોય છે,ક્રાઈસ્ટચર્ચ હુમલામાં 51 લોકોના મોત થયા હતા ત્યાર પછી સેમી ઓટોમેટીક બંદૂકો પર પ્રતિબંધ મુકવા માટે ન્યૂઝીલેન્ડની સંસદ એકજુથ થઈ હતી, આ સંસદમાં કાનુન ના પક્ષમાં 119 વોટ આવ્યા હતા ત્યારે માત્ર એક વૉટ તેના વિરુધમાં આવ્યો હતો.
ત્યારે ઓસ્ટ્રેલિયા પહેલેથી જ ગન કલ્ચરના વિરોધમાં છેઃ- આ બાબતમાં સાઉથ ઓસ્ટ્રેલિયા યૂનિવર્સિટીમાં લૉ ના પ્રોફેસર રિક સરેનું કેહવું છે કે , હવે ન્યૂઝીલેન્ડ પણ ઓસ્ટ્રેલિયાની લાઈનમાં આવી જશે, અહિયા 1996માં પોર્ટ ઓર્થરમાં આવી જ એક ઘટના બનવા પામી હતી જેમાં 35 લોકો માર્યા ગયા હતા ત્યાર બાદ અહી હથિયારો પર પ્રતિબંધ મૂકાયો હતો.
ભારતમાં સખત કાયદાઓ અને નિયમનકારી તપાસ હોવા છતાં, નોંધાયેલા હથિયારોની સંખ્યા 97 લાખ છે તો તેના સામે નોંધણી વગરના હથિયારોની સંખ્યા 6.1 કરોડ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન સરકારના સ્મૉલ આર્મ્સ સર્વે 2017 મુજબ, વિશ્વભરમાં 85.7 કરોડ લોકો પાસે હથિયારો હોવાનો અંદાજ લગાવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડ સરકાર વિદેશી યાત્રીઓ માટે બંદુકની ખરીદી પર રોક લગાવી રહી છે,લાઈસન્સ માંગનારા લોકોની સોશિયલ મીડિયાની તપાસ કરવામાં આવશે, અને તપાસમાં જોવામાં આવશે કે તે લોકો આતંકી પોસ્ટને ફોલૉ તો નથી કરતા ને, લાઇસન્સની સમય મર્યાદા દસ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષ પણ કરી શકે છે, આ ઉપરાંત ગન વાળી જાહેરખબરો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.આમ હવે ક્રાઈસ્ટચર્ચ આંતકી હુમલાની ઘટના બાદ ન્યૂઝીલેન્ડ સરકાર સતર્ક બની છે, અને લોકો પાસેથી હથિયારની ખરીદી કરીને હથિયાર ઝપ્ત કરી રહી છે.