Site icon Revoi.in

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે ગૃહમંત્રી શાહને મળ્યા – આજે CM અને ડિપ્પીટી CM પીએમ મોદી અને જેપી નડ્ડા સાથે કરશે મુલાકાત

Social Share

દિવસને શુક્રવારે રાત્રે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે ભાજપ અને શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથ વચ્ચે સત્તાની વહેંચણીની ફોર્મ્યુલાના વ્યાપક રૂપરેખા અંગે ચર્ચા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ મુલાકાતને લઈને  અમિત શાહે ટ્વિટર પર કહ્યું કે, મને ખાતરી છે કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તમે બંને નેતાઓ ઈમાનદારીથી લોકોની સેવા કરશો અને મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશો.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના નાયબ દેવેન્દ્ર ફડણવીસ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વડા જેપી નડ્ડાને મળવાના છે. કેબિનેટ વિસ્તરણ પહેલા બંનેની દિલ્હી મુલાકાત ઘણી મહત્વની બની રહી છે. ગઈ કાલે તેઓ ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને નેતાઓ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ સાથે સૌજન્ય મુલાકાત પણ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે  શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એકનાથ શિંદે અને 15 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની અરજી પર 11 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પછી જ નવા મંત્રીઓને શપથ ગ્રહણ કરવામાં આવશે.એકનાથ શિંદેએ દિલ્હીમાં મીડિયાને કહ્યું કે, અમને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. તેમણે કહ્યું કે તેમના નેતૃત્વ હેઠળના જૂથને શિવસેનાના બે તૃતીયાંશ ધારાસભ્યોનું સમર્થન છે.