1. Home
  2. ગુજરાતી
  3. ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટનું નવું ઓનલાઇન પોર્ટલ થશે શરૂ, ફટાફટ મળશે IT રીફંડ
ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટનું નવું ઓનલાઇન પોર્ટલ થશે શરૂ, ફટાફટ મળશે IT રીફંડ

ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટનું નવું ઓનલાઇન પોર્ટલ થશે શરૂ, ફટાફટ મળશે IT રીફંડ

0
Social Share
  • ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટનું નવું ઓનલાઇન પોર્ટલ થશે શરૂ
  • ટેક્સપેયર ઓનલાઇન વિગતો કરી શકશે સબમિટ
  • નવા પોર્ટલમાં મળશે અઢળક ફાયદા

દિલ્હી : ઇનકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ 7 જૂન 2021 ના રોજ નવું પોર્ટલ ઇ-ફાઇલિંગ 2.0 શરૂ કરી રહ્યું છે, જેના પર ટેક્સપેયર ઓનલાઇન વિગતો સબમિટ કરી શકશે. આ પોર્ટલ સબમિટ કરેલી વિગતોની ત્વરિત પ્રક્રિયા કરવાની સુવિધા સાથે જોડવામાં આવશે અને આ સાથે ટેક્સ રિફંડની પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) ના એક પ્રકાશન અનુસાર, આ પોર્ટલ www.incometax.gov.in 7 જૂને શરૂ થશે.તેનાથી ટેક્સપેયરને રીટર્ન ભરવામાં સરળતા રહેશે. નિવેદન મુજબ, સીબીડીટી એક નવી ટેક્સ પેમેન્ટ સિસ્ટમ પણ 18 જૂનથી શરૂ કરવા જઈ રહી છે. પોર્ટલ રજૂ કર્યા બાદ પણ મોબાઇલ એપ્લિકેશન પણ રજૂ કરવામાં આવશે, જેથી કરદાતાઓ તેની વિવિધ સુવિધાઓથી પરિચિત થઈ શકે.

>> નવું પોર્ટલ છ કેટેગરીમાં નવી સુવિધાઓથી સજ્જ હશે અને કરદાતાઓને ઝડપથી રિફંડ જારી કરવામાં પણ મદદ કરશે.

>> નવા પોર્ટલમાં ટેક્સ ભરનારાઓની સુવિધા માટે અનેક પ્રકારના સહાયનાં પગલા પણ લેવામાં આવ્યા છે.

>> નવા પોર્ટલ પર અપલોડ કરેલું અને પેડીંગ પડેલું કામ એક સાથે દેખાશે. જો કોઈ ટેક્સપેયરનું કામ અટકી ગયું છે, તો તેની માહિતી પણ એક જગ્યાએ ઉપલબ્ધ થશે.

>>તે એક મફતમાં મળનાર આઇટીઆર પ્રીપરેશન સોફ્ટવેર હશે. જે એક સાથે ઓનલાઇન અને ઓફલાઇન મેળવી શકાય છે.

>> જો તમને કોઈ પ્રશ્ન હોય, તો તમે તેને અહીં પણ ઉભા કરી શકો છો. જો આઈટીઆરને લગતી કોઈ સમસ્યા હોય, તો તમે તેની પૂછપરછ કરી શકશો.

>> કોઈપણ ટેક્સની માહિતી વિના કોઈપણ ટેક્સપેયર ન્યૂનતમ ડેટા દાખલ કરીને આરામથી ઇ-ફાઇલિંગ કરી શકશે.

>> ફાઇલિંગને લગતી કોઈ સમસ્યા છે, જો તમને તેના વિશે માહિતી જોઈએ છે, તો તમે ફોન પર મદદ મેળવી શકો છો. ટેક્સ સંબંધિત ‘FAQs’, ટ્યુટોરિયલ્સ, વીડીયો અને ચેટબોટ્સનો લાભ મેળવી શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code