Site icon Revoi.in

ડીજીસીએ જારી કર્યા નવા આદેશ -વિમાનની અંદર પણ કોરોનાના નિયમોનો ભંગ કરવા પર થશે દંડ

Social Share

દિલ્હી – દેશમાં કોરોના વાયરસ મહામારી  વકરી રહી છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને સરકાર તરફથી કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને પણ યાત્રીઓ માટે અનેક નવા નિયમો જારી કર્યા છે.

ડીજીસીએ જણાવ્યું છે કે એરપોર્ટ્સ પર કોરોનાના નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવી રહ્યું નથી. બધા એરપોર્ટ ઓપરેટરોએ ખાતરી કરવી આવશ્યક છે કે લોકોએ માસ્ક યોગ્ય રીતે પહેર્યા છે કે નહી, તેમજ એરપોર્ટ પરિસરમાં સુરક્ષિત રીતે શારિરીક અંતર પણ જાળવવું પડશે ડીજીસીએએ કહ્યું કે જે લોકો તેનું ઉલ્લંઘન કરે છે તેમને દંડ ફટકારવામાં આવશે.

25 મે 2020 ના રોજ ફરી વિમાન સેવાઓ શરૂ થઈ. હવે ઘણા રાજ્યોમાં કોરોના કેસ ફરીથી વધી રહ્યા હોવાથી એરલાઇન કંપનીઓ પણ કડક નિયમોનું પાલન કરાવી રહી છે. ડીજીસીએએ વિમાનની અંદર કોરોના નિયમોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે શોધવા માટે એરલાઇન્સને પણ અચાનક તપાસ કરવા સૂચના આપી છે.

આ તપાસ દરમિયાન જોવામાં આવશે કે કેટલી કંપનીઓ અને મુસાફરો કોરોનાના નિયમોનું કેટલું પાલન કરી રહ્યા છે. જો એરલાઇન્સ વિમાનની અંદરના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં સમર્થ ન હોય તો, તેમને દંડ પણ થઈ શકે છે. વળી, જો કોઈ વ્યક્તિ વારંવાર ચેતવણી આપ્યા છતાં તેનું પાલન ન કરે તો તેની સાથે ‘નોંધણી ન કરેલા મુસાફર’ જેવું વર્તન કરવામાં આવશે.

ડીજીસીએ જારી કરેલા નવા નિયમો જાણો

 

સાહિન-