કોરોનાના દર્દીઓને લઈને નવો આદેશ જારીઃ- દર્દીઓ હવે આઈવરમેક્ટિન, ડોક્સીસાઈક્લિન સહીતની આ દવાઓ નહી લઈ શકે
- કોરોનાના દર્દીઓ માટે નવો આદેશ જારી
- સારવારમાં નહી લઈ શકે આઈવરમેક્સિટન અને ડોક્સીસાઈક્લિન દવા
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે, કોરોનાના કેસો થોડા સમય પહેલા ખૂબ જ વધ્યા હતા જેને લઈને દર્દીઓને અનેક પ્રકારની દવા આપવાની મંજુરી આપવામાં આવી હતી, ત્યારે હવે એક નવો આદેશ જારી કરવામાં આવ્યો છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટે સંશોધિત માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં, કોરોના દર્દીઓની સારવાર માટે હાઇડ્રોક્સિક્લોરોક્વિન, આઈવરમેક્ટીન, ડોક્સીસાયક્લિન સહિતની ઘણી દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે આ પહેલા દવાઓ કોરોના દર્દીઓને મોટા પ્રમાણમાં આપવામાં આવી હતી.
કેન્દ્ર સરકાર દ્રારા જારી કરેલા નવા માર્ગદર્શિકા પ્રમાણમાં જે દર્દીઓમાં કોરોના સંક્રમણના લક્ષણો જણાતા ન હતા અથવા હળવા લક્ષણો ધરાવતા હતા તેઓને કોઈપણ પ્રકારની દવાઓ લેવાની જરૂર નથી. જો કે, અન્ય રોગોની દવાઓ જે છે તે ચાલુ રાખવી પડશે. આવા દર્દીઓએ ટેલિ-કંસલ્ટેશન લેવી જોઈએ, આ સાથે જ સારો આહાર લેવો જોઈએ. ઉપરાંત, માસ્ક, સામાજિક અંતર જેવા આવશ્યક કોરોના નિયમોનું પાલન કરવું જોઈએ.
ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસએ નવી ગાઈડલાઈન્સ હેઠળ એસિમ્પટોમેટિક દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ દવાઓ નવી દિશાનિર્દેશો હેઠળ સૂચિમાંથી દૂર કરી દીધી છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે આવા સંક્રમિત લોકોને અન્ય પરીક્ષણો પણ કરાવવાની હવે જરૂર નથી.
આ પહેલા વતેલી 27 મેના રોજ, માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી, જેમાં હળવા લક્ષણોવાળા દર્દીઓ પર હાઇડ્રોક્સીક્લોરોક્વિન, આઈવરમેક્ટીન, ડોક્સીસાઈક્લિન, જિંક અને મલ્ટિવિટામિનનો ઉપયોગ પર પ્રતિબંધિત રાખવામાં આવ્યો હતો. આ સિવાય સીટી સ્કેન જેવી બિન-આવશ્યક પરીક્ષણો પણ એસિમ્પટમેટિક દર્દીઓ માટે પ્રતિબંધિત હતા.
નવી ગાઈડલાઈન્સ પ્રમાણે હવે કોરોના દર્દીઓ અને તેમના પરિવારોને ફોન અથવા વિડિઓ કોલ દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહેવા અને સકારાત્મક વાતો કરવા સૂચવવામાં આવ્યું છે. આ સાથે લોકોને અપીલ કરવામાં આવી છે કે જો તેઓને કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા રોગના લક્ષણો જણાય તો જ ડોક્ટરની સલાહ લીધા બાદ દવા લેવી.