- નોટિસબોર્ડ પર શિક્ષકનો રંગીન ફોટો લગાવાશે
- બિહારની સ્કુલમાં નવો નિયમ લાગૂ
પટનાઃ- ઘણી શઆળાઓમાં શિક્ષકોની બેદરકારી સામે આવતી હોય છે, શિક્ષકોની ગેર હાજરી કે ગેરવર્ણતૂક જેવા બનાવો પણ સાંભળવા મળે છે ત્યારે આ તમામ પશ્નોના હલ રુપે બિહાર રાજ્યમાં એક નવી પહેલ શરુ કરવામાં આવી છે જે અંતર્ગત હવે શાળાના નોટિસ બોર્ડ પર તમામા શિક્ષકોના રંગીન ફોટો અને વિગતવાર માહિતી મૂકવામાં આવશે.
બિહારની શાળાઓમાં શિક્ષકોની આખો દિવસ હાજરી સુનિશ્ચિત કરવા માટે, સરકારે શાળાના નોટિસ બોર્ડ પર તેમનો ફોટો લગાવવાનો નિર્ણય લીધો છે. પ્રાથમિકવર્ગોથી લઈને ઉચ્ચતર માધ્યમિક જેવા તમામ શાળાઓના નોટિસ બોર્ડ પર ત્યાંના શિક્ષકોના રંગીન ફોટો પ્રદર્શિત કરવામાં આવશે.. ફોટોના સાથે સાથે તેમનું નામ, હોદ્દો અને તેમનો મોબાઈલ નંબર પણ લખવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તેમના શિક્ષકોને ઓળખી શકે. આ સાથે શાળાઓમાં શિક્ષકોની નિયમિત આખો દિવસ હાજરી સુનિશ્ચિત કરી શકાય છે.
આ સંદર્ભે, બિહાર શિક્ષણ પ્રોજેક્ટ કાઉન્સિલે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને જિલ્લા કાર્યક્રમ અધિકારીઓને માર્ગદર્શિકા જારી કરી છે. 29 ડિસેમ્બર સુધીમાં તમામ પ્રાથમિક શાળાઓના વર્ગ એક થી આઠ અને તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ઉપરોક્ત સૂચનાઓના પ્રકાશમાં પગલાં લેવા અને કોઈપણ ભોગે તેનો અહેવાલ વિભાગને મોકલી આપવા જણાવાયું છે.