- યુપીમાં બહારના રાજ્યોમાંથી આવતા લોકો માટે નવા નિયમો
- કેરલ, મહારાષ્ટ્ર સહીત 11 રાજ્યો પર નવા નિયમો લાગુ કરાયા
લખનૌઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર ઓછી થઈ ચૂકી છે,જો કે દેશમાં ત્રીડજી લહેરની શંકાઓ પણ મોટા પાયે સેવાઈ રહી છે ત્યારે 3 ટકાથી વધુ પોઝિટિવિટી રેટવાળા 11 રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ આવનારા લોકો માટે શનિવારથી નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
આ નવા નિયમો અંતર્ગત દેશના કુલ 11 રાજ્યોથી યુપી આવનારાઓને કોરોના આરટીપીઆરસી પરીક્ષણનો નેગેટિવ રિપોર્ટ અથવા કોરોના રસીકરણ બંનેના પ્રમાણપત્ર બતાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
નવા નિયમ હેઠળ રાજ્યના તમામ એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનો પર બહારથી આવતા લોકોનું સખ્ત સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. જો રાજ્યમાં આવતા મુસાફર પાસે મહત્તમ ચાર દિવસ જૂનો અથવા કોરોના રસીકરણ પ્રમાણપત્રનો નકારાત્મક રિપોર્ટ નહીં હોય, તો આવા મુસાફરોને યુપીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ રાજ્યોથી આવતા લોકોને 31 જુલાઇ સુધી કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર બાદ રાજ્યોની નવી સૂચિ પોઝિટિવિટી રેટ પ્રમાણે આ નિયમોમાં ફેરફાર કરાશે
મેડિકલ અને આરોગ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ ડો.ડી.એસ. નેગીએ આ બાબતને લઈને જણાવ્યું હતું કે, જે 11 રાજ્યોમાંથી પોતાના રાજ્યમાં આવતા લોકો પર સખ્તી લાદવામાં આવી રહી છે તેમાં મેઘાલય, ત્રિપુરા, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ગોવા અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
ઉલ્લખએનીય છે કે,આ રાજ્યોમાં પોઝિટિવિટિ દર ત્રણ ટકાથી વધુ છે. તેઓએ 20 જુલાઇથી 23 જુલાઇની વચ્ચે કોરોનાનો રિપોર્ટ કરાવેલો હોય તે બતાવવો પડશે. 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ બાદ ક્યા ક્યા, રાજ્યોમાંથી આવતા લોકો પર સખ્તી વર્તવામાં આવશે તેની યાદી જલ્દી રજુ કરાશે.ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની સરકારે આ નિયમ એટલા માટે લાગૂ કર્યા છે કે લમાં યુપીમાં માત્ર 0.01 ટકા પોઝિટિવિટી રેટ છે. આવી સ્થિતિમાં, ચેપ ન વધે તે માટે સખ્તી વર્તવામાં આવી રહી છે,