- ચેન્નઈમાં કોરોનાનો કહેર
- વેક્સિનના બન્ને ડોઝ ન લીઘા હોય તો ટ્રેનની યાત્રાનહી કરી શકાય
ચેન્નઈઃ- દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે અનેર રાજ્યોએ જૂદા જૂદા પ્રતિબંધો લગાવ્યો છે આ સાથે જ વેક્સિનના ડોઝ ન લીધે લાકો માટે નિયમો પણ બનાવ્યા છે. ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેર માં વધતા સંક્રમણને જોતા તમિલનાડુ સરકારે નવી ગાઈડ લાઈન લાગુ કરી છે.
ત્યાર બાદ હવે ચેન્નઈ રેલ્વે વિભાગે ટ્રેનમાં સવાર લોકો માટે રસીના બંને ડોઝ ફરજિયાત બનાવ્યા છે. જેમની પાસે બંને ડોઝ નથી તેમને ટ્રેનમાં ચઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિયમ સોમવારથી લાગુ થઈ ગયો છે.કોરોના વાયરસને લઈને તમિલનાડુ સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને, રેલ્વેના ચેન્નઈ વિભાગે ચેન્નઈ ક્ષેત્ર માટે આ નિયમ લાગુ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં વધતા કેસો વચ્ચે ડર વધવા લાગ્યો છે કારણ કે કોરોના સંક્રમિતોની સંખ્યા સોથી વધીને અઢી લાખથી વધુ થઈ ગઈ છે. રાજ્ય સરકારો સતત નિયંત્રણો વધારી રહી છે.
મુસાફરો માટે નવી માર્ગદર્શિકા વિશે માહિતી આપતા, દક્ષિણ રેલ્વેએ કહ્યું કે કોરોનાના વધતા જતા કેસ અને ઓમિક્રોનના જોખમને કારણે, તમિલનાડુ સરકારે 6 જાન્યુઆરીથી ઘણા નિયંત્રણો લાગુ કર્યા છે. રાજ્યની ઉપનગરીય ટ્રેનોમાં માત્ર 50 ટકા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.ડુ સરકારે પણ ટ્રેનમાં મુસાફરીને લઈને આ મોટું પગલું ભર્યું છે.
IMPORTANT NEWS –
Please go through the press release to know how Chennai division will implement the compulsory vaccination certificate rule for all commuters travelling on our suburban sections, in view of restrictions imposed by the state government of Tamil Nadu from Monday. pic.twitter.com/kXsbUwm13r— DRM Chennai (@DrmChennai) January 9, 2022
આ નિયમ 10 જાન્યુઆરીના રોજ સવારે 4 વાગ્યાથી 31 જાન્યુઆરી 2022ની મધ્યરાત્રિ સુધી લાગુ રહેશે. દક્ષિણ રેલવેના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉપનગરીય ટ્રેનોમાં ફક્ત તે જ મુસાફરોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે, જેમની પાસે કોરોના રસીના બંને ડોઝનું પ્રમાણપત્ર છે. તેઓએ ટિકિટ વિન્ડો પર બીજા ડોઝનું પ્રમાણપત્ર બતાવ્યા બાદ જ ટિકિટ મેળવી શકશે.