અમદાવાદઃ રાજ્યમાં પોલીસ વિભાગમાં પીએસઆઈની ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. LRDની જેમ દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પૂર્ણ કરવી પડશે. આ ઉપરાંત ઉમેદવારોનું વજન પણ ધ્યાને પર નહીં લેવામાં આવશે નહીં. 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે જેમાં બે પેપર રહેશે. એક પ્રશ્નપત્ર MCQ આધારિત 200 માર્કનું હશે. જ્યારે બીજું પ્રશ્નપત્ર 100 માર્કનું રહેશે. ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 12,000 નવી ભરતી થશે. જેમાં નવા 597 પીએસઆઈની ભરતી કરવામાં આવશે. પીએસઆઈની ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. LRDની જેમ દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પૂર્ણ કરવી પડશે. પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યાર બાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. એને બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. અગાઉ પોલીસ સબ-ઈન્સ્પેકટર સંવર્ગોની પરીક્ષા પહેલા (૧) શારીરિક કસોટી, (૨) પ્રિલીમ પરીક્ષા તથા (૩) મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં લેવામાં આવતી હતી. જેના બદલે હવે (૧) શારીરિક કસોટી અને (૨) મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં જ લેવામાં આવશે. શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યારબાદની Main Examinationમાં ભાગ લઈ શકશે. કુલ-300 ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર-૧(GENERAL STUDIES(MCQ)) 03 કલાકનું અને 200 ગુણનું રહેશે તથા પેપર-૨(GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 કલાકનું અને 100 ગુણનું રહેશે.