Site icon Revoi.in

કેન્દ્ર સરકારના નવા નિયમોઃ ISI માર્ક વિનાનું હેલ્મેટ વેચનાર વેપારી સામે હવે થશે કાર્યવાહી

Social Share

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અકસ્માતમાં ઘટાડાની સાથે લોકોમાં ટ્રાફિકના નિયમોમાં લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવે છે. ટુ-વ્હીર ઉપર હેલ્મેટ ફરજિયાત છે. પરંતુ કેટલાક લોકો દંડથી બચવા માટે આઈએસઆઈ માર્કા વિનાના હલકી ગુણવત્તાવાળા હેલ્મેટ પહેરતા હોવાનું સામે આવ્યું છે. જો કે, આઈએસઆઈ માર્ક વિનાના હેલ્મેટનું વેચાણ કરનારા સામે હવે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના નિયમો અનુસાર એક વર્ષ સુધીની મુદત માટે કેદની સજા અથવા એક લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે 1 જૂન, 2021 થી ભારતીય માનક બ્યુરો અથવા આઇએસઆઈ (ISI)ચિહ્ન વિના હેલ્મેટ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ મુજબ, ટુ-વ્હીલર્સ પર આઇએસઆઈ માર્ક સાથે હેલ્મેટનો ઉપયોગ ન કરનારા ડ્રાઇવરો સામે કેસ અને દંડ પણ થઈ શકે છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે 26 નવેમ્બર 2020 ના રોજ જાહેર કરેલા જાહેરનામું, “ટુ વ્હીલર મોટર વ્હીકલ ડ્રાઇવર્સ માટે હેલ્મેટ (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર, 2020” જણાવે છે કે, તમામ ટુ-વ્હીલરમાં વાપરવા માટે હેલ્મેટ પહેરવામાં આવશે. જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) પ્રમાણિત છે અને તેના પર 1 જૂનથી ભારતીય ધોરણ (આઈએસઆઈ) ની નિશાની હોવી જોઈએ.

નવા કાયદાનું પાલન નહીં કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ભંગ કરનારાઓને દંડ પણ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આઈએસઆઈ માર્ક વગર હેલ્મેટનું ઉત્પાદન કરે છે, સ્ટોર કરે છે, વેચે છે અથવા આયાત કરે છે, તો તેને એક વર્ષ સુધીની કેદની સજા અથવા એક લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.