ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નવા મહાસચિવ તરીકે મૌલાના ફઝલુરરહીમ મુજદ્દીદી ચૂંટાયા
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નવા મહાસચિવની નિમણૂક
- મૌલાના ફઝલુરરહીમ મુજદ્દીદીને મળી આ જવાબદારી
દિલ્હીઃ- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડેના નવા અધ્યક્ષની પસંદગીને લઈને ઘણા સમયથી ચર્ચાઓ હતી ત્યારે હવે છેવટે અધ્યક્ષ પદ પર મ્હોર લાગી ચૂકી છે. મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીને તેના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે.
આ બાબતને લઈને મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે દિવસીય બેઠક યોજાઈ હતી. બોર્ડના અધ્યક્ષ ઉપરાંત ઉપાધ્યક્ષ, મહાસચિવ અને સચિવો માટે પણ ચૂંટણી યોજાઈ હતી. જમાત-એ-ઈસ્લામીના અમીર સદાતુલ્લાહ હુસૈની અને ગુલબર્ગાના શાહજાદા નશીન ડૉ. શાહ ખુસરો હુસૈનીને બોર્ડના નવા ઉપાધ્યક્ષ તરીકે, મૌલાના ફઝલુરરહીમ મુજદ્દીદીને નવા મહાસચિવ તરીકે, મૌલાના યાસીન અલી ઉસ્માની, બિલાલ હસાની નદવી અને શાહ ફૈસલની નિમણૂક કરવામાં આવી છે. સચિવ તરીકે અલી રહેમાની પસંદગી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સ્થાપના વર્ષ 1973માં થઈ હતી અને ત્યારબાદ તેના પ્રથમ મહાસચિવ સૈયદ મિન્નતુલ્લાહ રહેમાની હતા, જેઓ વર્ષ 1991 સુધી આ પદ પર રહ્યા હતા.
આ પછી મૌલાના સૈયદ નિઝામુદ્દીન બોર્ડના બીજા અધ્યક્ષ તરીકે ચૂંટાયા. વર્ષ 2015માં મૌલાના નિઝામુદ્દીનનું અવસાન થયું અને ત્યારબાદ મૌલાના વલી રહેમાનીને બોર્ડના ત્રીજા મહાસચિવ બનાવવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે મૌલાના વલી રહેમાની બોર્ડના પ્રથમ મહાસચિવ સૈયદ મિન્નતુલ્લાહ રહેમાનીના પુત્ર હતા. વલી રહેમાનીનું વર્ષ 2021 માં નિધન થયું અને ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીને AIMPLBના નવા મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા છે.