- દિલ્હી સરકારનો મોટો નિર્ણય
- કોરોના નેગેટીવ આવેલ લોકોને રહેવું પડશે ક્વોરેનટીન
- તમામ યાત્રીઓનો દિલ્હી એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ થશે
દિલ્લી: યુકે અને ભારતની વચ્ચે ફ્લાઇટ સર્વિસ ફરીથી શરૂ થશે. એવામાં કોરોનાના નવા સ્ટ્રેઇનના ખતરા વચ્ચે દિલ્હી સરકારે મોટો નિર્ણય કર્યો છે. નેગેટીવ આવવા પર પણ 7 દિવસ કવોરેનટીન ફેસિલિટીમાં રહેવું પડશે.
દિલ્હીવાસીઓને કોરોનાના યુકે સ્ટ્રેઇનથી બચાવવા માટે દિલ્હી સરકારે મહત્વના પગલાં લીધા છે. જે પણ યુકેથી આવશે અને પોઝિટિવ જાણવા મળશે તેને આઇસોલેશનમાં મોકલવામાં આવશે. અને જે નેગેટિવ જાણવા મળશે તે લોકોને પણ સાત દિવસ માટે કવોરેનટીન કરવામાં આવશે. અને પછી 7 દિવસ માટે હોમ ક્વોરેનટીન કરવામાં આવશે.
યુકેમાં ફેલાયેલા કોરોનાના નવા સ્ટ્રેઇનના કારણે ત્યાની ફલાઈટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. હવે 16 દિવસ બાદ યુકેથી એક ફ્લાઇટ દિલ્હી પહોંચી છે. તેમાં 256 યાત્રી સવાર હતા.
23 ડિસેમ્બરે સરકારે ઘોષણા કરી હતી કે, 31 ડિસેમ્બર સુધીના બંને દેશો વચ્ચે ફ્લાઇટસની અવરજવર પર પ્રતિબંધ રહેશે, જો કે તેની અવધિ વધારી 5 જાન્યુઆરી સુધી કરી દીધી હતી.
યુકેથી આવનાર તમામ યાત્રીઓ દિલ્હી એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ અનિવાર્ય રૂપથી કરવામાં આવશે. અને તેનો ખર્ચો પણ યાત્રી જ આપશે. જે યાત્રી પોઝિટિવ જાણવા મળશે તેને અલગ ઇંસ્ટિટ્યુશનલ આઇસોલેશન ફેસિલિટીમાં રાખવામાં આવશે. અને જે યાત્રી નેગેટિવ જાણવા મળશે. તેને 7 દિવસ માટે ઇંસ્ટિટ્યુશનલ કવોરેનટીન કરવામાં આવશે. અને પછી 7 દિવસ માટે હોમ ક્વોરેનટીન કરવામાં આવશે.
-દેવાંશી