તાલિબાનનો નવો કાયદો- અફઘાનિસ્તાનની મહિલાઓ હવે પુરુષ વગર લાંબી મુસાફરી નહી કરી શકે
- તાલિબાનનો મહિલાઓને લઈને નવો કાયદો
- મહિલાઓ હવે પુરુષ વગર લાંબી મુસાફરી નહી કરી શકે
દિલ્હીઃ- અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાઝમાં મહિલાઓ પર ઘણો બદાવ લાદવામાં આવી રહ્યો છે. ત્યારે હવે મહિલાઓના માનવાધિકારના ઉલ્લંઘનની વાત સામે આવી છે. હવે તાલિબાને અફઘાનિસ્તાનમાં લાંબી યાત્રા પર જઈ રહેલી મહિલાઓને લઈને ચોંકાવનારો નિર્ણય લીધો છે.
વાત જાણે એમ છે કે,અફઘાનિસ્તાનમાં તાલિબાનના અધિકારીઓએ રવિવારે કહ્યું હતું કે લાંબા અંતરની મુસાફરી કરતી મહિલાઓને ત્યાં સુધી ટ્રાફિક પ્રદાન કરવો જોઈએ નહીં જ્યાં સુધી તેઓ નજીકના પુરુષ સંબંધી સાથે ન હોય. આ પહેલા તાલિબાન વિદ્યાર્થીનીઓને શાળાએ જવા દેવાનો ઇનકાર કરી રહ્યા હતા.
મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર તમામ વાહન માલિકોને માત્ર હિજાબ પહેરેલી મહિલાઓને જ બેસવાની સૂચના આપવામાં આવી છે. મંત્રાલયના પ્રવક્તા સાદિક અકીફ મુહાજિરે રવિવારે મીડિયાએ જણાવ્યું હતું કે 45 માઈલ 72 કિમીથી વધુની મુસાફરી કરતી મહિલાઓને જો તેઓ પરિવારના સભ્યો અથવા સંબંધીઓ સાથે ન હોય તો તેમને મુસાફરી કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી નવી માર્ગદર્શિકામાં, લોકોને તેમના વાહનોમાં સંગીત વગાડવાનું બંધ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા, મંત્રાલયે અફઘાનિસ્તાનમાં ટેલિવિઝન ચેનલોને પણ મહિલાઓને સંડોવતા કાર્યક્રમોનું પ્રસારણ બંધ કરવા નિર્દેશ આપ્યો હતો.
તાલિબાને અફઘાનિસ્તાનમાં ચૂંટણી સંબંધિત બે આયોગો અને શાંતિ અને સંસદીય બાબતોના મંત્રાલયને ભંગ કરી નાખ્યા. તાલિબાન સરકારના નાયબ પ્રવક્તા, બિલાલ કરીબીએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં આ સંસ્થાઓ બિનજરૂરી છે અને જો ભવિષ્યમાં જરૂર પડશે તો સરકાર તેને ફરીથી બનાવશે