ફ્રાન્સના વૈજ્ઞાનિકનો મોટો દાવો, કહ્યુ વેક્સિનેશનથી ઉત્પન થઈ રહ્યા છે વાયરસના નવા પ્રકાર
- ફ્રાન્સના વૈજ્ઞાનિકનો દાવો
- વેક્સિનેશન પર કહી મોટી વાત
- નવા પ્રકારના વાયરસને લઈને કર્યો ખુલાસો
દિલ્લી: કોરોનાવાયરસને લઈને એમ પણ સમગ્ર દુનિયા પરેશાન છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોનાવાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. તમામ જાણકારો, વૈજ્ઞાનિકો અને તથા અન્ય લોકો દ્વારા કોરોનાને લઈને વિવિધ પ્રકારની માહિતી અને જાણકારી આપવામાં આવી છે પણ તેનું નિરાકરણ શું છે તેના વિશે કોઈ સટીક જાણકારી આવી નથી.
એક તરફ કોરોનાના સમાચારને લઈને લોકો હવે આશ લગાવીને બેઠા છે કે ક્યારે કોરોનાવાયરસની મહામારી જાય, ત્યારે આવા સમયમાં ફ્રાન્સના વૈજ્ઞાનિકનો મોટો દાવો કર્યો છે અને કહ્યું કે વેક્સિનેશનથી ઉત્પન થઈ રહ્યા છે વાયરસના નવા પ્રકાર.
દુનિયાભરના વૈજ્ઞાનિકોનું તે માનવું છે કે કોરોના મહામારીને ખતમ કરવાનો એકમાત્ર ઉપાય રસીકરણ છે, જે ભારત, અમેરિકા, બ્રિટન સહિત ઘણા દેશોમાં ઝડપથી ચાલી રહ્યું છે. પરંતુ આ વચ્ચે ફ્રાન્સના નોબલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર લ્યૂક મોન્ટૈન્ગિયર એક ચોંકાવનાદો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે રસીકરણથી કોરોના વાયરસ ખતમ થઈ રહ્યો નથી પરંતુ તેના નવા-નવા વેરિએન્ટ ઉત્તપન્ન થઈ રહ્યાં છે.
હકીકતમાં પ્રોફેસરનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ દાવો કરી રહ્યાં છે. તેઓ એક વાયરોલોજિસ્ટ છે અને 12 વર્ષ પહેલા એટલે કે 2008માં તેમણે નોબલ પુરસ્કાર જીત્યો હતો.
પ્રોફેસર મોન્ટૈન્ગિયરનો દાવો છે કે, વેક્સિન વાયરસને રોકતી નથી પરંતુ તેનાથી વિપરીત કામ કરે છે અને વાયરસને વધુ શક્તિશાળી બનાવે છે. રસીકરણને કારણે કોરોનાના નવા વેરિએન્ટ વધુ નુકસાન પહોંચાડી શકે છે.
આ મહિનાની શરૂઆતમાં પ્રોફેસર મોન્ટૈન્ગિયરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે જેમાં તેમણે કોરોના વાયરસને લઈને ઘણા પ્રકારના દાવાઓ કર્યા હતા. તેમના ઈન્ટરવ્યૂને અમેરિકાના આરએઆઈઆર ફાઉન્ડેશને ટ્રાન્સલેટ કર્યું છે. ઇન્ટરવ્યૂમાં તેમણે દાવો કર્યો કે મહામારી સાથે જોડાયેલ વૈજ્ઞાનિકોને કોરોના વેક્સિન સાથે જોડાયેલા તથ્યો વિશે ખ્યાલ છે પરંતુ તે ચુપ છે.
આ પહેલા પણ પ્રોફેસર મોન્ટૈન્ગિયર કોરોના વાયરસને લઈને ચોંકાવનારો દાવો કર્યો હતો. આ વર્ષે એપ્રિલમાં તેમણે દાવો કર્યો હતો કે કોરોના વાયરસ લેબમાં તૈયાર થયેલો વાયરસ છે, એટલે કે તે માનવ નિર્મિત છે, જ્યારે માર્ચમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દાવો કર્યો હતો કે વુહાન લેબથી કોરોના ફેલાયો નથી, પરંતુ જાનવરોથી મનુષ્યો સુધી પહોંચ્યો છે.
જો કે મહત્વનું છે કે કોરોનાવાયરસની ઉત્પતી કેવી રીતે થઈ છે અને ક્યાંથી આવ્યો છે તેના વિશે કોઈ સટીક જાણકારી આપી શક્યુ નથી.