વ્હોટ્સએપ સ્ટેટસ માટે આવી રહ્યું છે નવું undo બટન – તમને પણ લાગશે કામ વાંચીલો
- હવે સ્ટેસ પર ભૂલ સુધારવાની તમને મળશે તક
- વ્હોટ્સએપ સ્ટેટસ માટે હવે undo ની સુવિધા અપાશે
વ્હોટ્સએપ તેના પ્લેટફોર્મ પર નવી ફેસેલિટી આપતું રહે છે. ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ ફોટો એડિટ કરવા માટે Undo અને Redo બટન પર કામ કરી રહી છે. હવે એક તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે કંપની વ્હોટ્સએપ સ્ટેટસ માટે પણ નવું Undo બટન લાવવા જઈ રહી છે. આ Undo બટન સ્ટેટસ અપડેટ કરતા વખતે તમે કરેલી ભૂલને થોડી સેકંડમાં સુધારી દેશે. ચાલો તે કઈ રીતે કરશે કામ તે જાણીએ
વ્હોટસએપના આ નવા ફિચરની બાબતને લઈને WABetaInfo ના એક રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે, વાત જો માનવામાં આવે તો લોકપ્રિય મેસેજિંગ એપ એક એવા ફીચર પર કામ કરી રહી છે જે તેના યુઝર્સને આકસ્મિક રીતે પોસ્ટ કરેલા સ્ટેટસ અપડેટને તરત ડિલીટ કરવામાં મદદ કરશે.
આ માટે એપમાં અનડુ બટન આપવામાં આવશે. આ બટન સ્ટેટસ સેન્ડ મેસેજની બાજુમાં જ લખેલું હશે. એટલે કે, તમે સ્ટેટસ મળતાની સાથે જ તાત્કાલિક તમે એક્શન લઈ શકો છો. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ઘણી વખત ભૂલથી સ્ટેટસ પર તસવીરો કે વીડિયો અપલોડ થઈ જાય છે.ત્યારે હવે આ ભૂલ સુધારવાની તક વ્હોટ્એપ આપવા જઈ રહ્યું છે
ઉલ્લેખનીય છે કે વ્હોટ્સએપ પર પહેલાથી જ યુઝર્સને સ્ટેટસ ડિલીટ કરવાનો વિકલ્પ મળે છે. જો કે, આ માટે તમારે પહેલા સ્ટેટસ સેક્શનમાં જઈને સ્ટેટસ સિલેક્ટ કરવું પડશે અને પછી તમે તેને ડિલીટ કરી શકશો. આટલા લાંબા સમય માં, તમારા ઘણા સંપર્કો એ સ્ટેટસ પણ જોઈ લે છે. આવી સ્થિતિમાં, નવું બટન ફોટો-વીડિયોને ઝડપથી દૂર કરવાનું કામ કરવા સક્ષમ બનશે.