વોટ્સએપ પર આવ્યું નવું અપડેટ, ગ્રુપ કોલ પર કોઈપણને કરી શકશો મ્યૂટ
- વોટ્સએપ પર આવ્યું નવું અપડેટ
- લાંબા સમયથી હતી રાહ
- ગ્રુપ કોલ પર કોઈપણને કરી શકશો મ્યૂટ
વોટ્સએપે ભૂતકાળમાં તેના પ્લેટફોર્મ પર ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે.ચેટ બેકઅપથી લઈને મેસેજ રિએક્શન સુધી ઘણા નવા ફીચર્સ યુઝર્સને આપવામાં આવ્યા છે.એપમાં વધુ એક નવું ફીચર ઉમેરાયું છે.હવે WhatsApp Group Calling દરમિયાન હોસ્ટ કોઈપણ યુઝરને જાતે મ્યૂટ કરી શકે છે
યુઝર્સ ઘણા સમયથી આ ફીચરની રાહ જોઈ રહ્યા હતા.વોટ્સએપે તાજેતરમાં જ ગ્રુપમાં ભાગ લેનારાઓની સંખ્યામાં વધારો કર્યો છે.આ પછી પણ આવા ઘણા ફીચર્સ છે, જે વોટ્સએપ ગ્રુપમાં ઉપલબ્ધ નથી.આ સુવિધા અન્ય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.જો કે નવા ફીચર પછી વોટ્સએપ ગ્રુપ કોલિંગ પહેલા કરતા વધુ સારું થશે.
વોટ્સએપના સીઈઓ Will Cathcart એ નવા ફીચર વિશે માહિતી આપી છે.તેણે ટ્વિટ કરીને કહ્યું, ‘વોટ્સએપ ગ્રુપ કોલ પર કેટલાક નવા ફીચર્સ આવ્યા છે.હવે તમે ગ્રૂપ કોલ દરમિયાન વ્યક્તિને મ્યૂટ અથવા મેસેજ કરી શકો છો. ઉપરાંત, જ્યારે નવા લોકો કૉલમાં જોડાશે ત્યારે વપરાશકર્તાઓને માહિતી મળશે. આ માટે એક સૂચક ઉમેરવામાં આવ્યો છે.
એટલે કે, ગ્રુપ કોલ હોસ્ટ સહભાગીને મ્યૂટ કરી શકે છે.આ સાથે જ તેને નવા સભ્યના જોડાવા અંગેની સૂચના પણ મળશે. આ પહેલા વોટ્સએપે ગ્રુપ કોલમાં લોકોની સંખ્યા વધારીને 32 કરી દીધી છે.
અગાઉ પ્લેટફોર્મ પર ગ્રૂપ કોલમાં માત્ર 8 લોકો જ ભાગ લઈ શકતા હતા. વોટ્સએપે આ અંગે એક પોસ્ટ બહાર પાડી છે.