- યુપીઆઈ ટ્રાજેક્શનનો નવો રેકોર્ડ
- માર્ચમાં કલેક્શન 14 લાખ કરોડને પાર
દિલ્હીઃ- દેશમાં પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ડિજિટલ ક્ષેત્રમાં ભારત ખૂબ જ આગળ વધી રહ્યું છે. ત્યારે યુપીઆઈ ટ્રાજેક્શન દ્રારા સતત લેવડ દેવડ થઈ રહી છે જેને લઈને વિતેલા માર્ચ મહિનામાં યુપીઆઈ ટ્રાજેક્શને નવો રેકોર્ડ બનાવ્યો છે.
જાણકારી પ્રમાણે યુપીઆઈ દ્વારા કરવામાં આવેલા વ્યવહારો માર્ચ મહિના દરમિયાન 14 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયા છે. આ સમયગાળા દરમિયાન યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા પણ 865 કરોડના નવા રેકોર્ડ પર પહોંચી ગઈ છે.
જો ફેબ્રુઆરી મહિનાની સરખામણીની વાત કરીએ તો યુપીઆઈના વ્યવહારોમાં 13 ટકા અને સોદાઓની સંખ્યામાં 18 ટકાનો વધારો નોંધાયો છે. જો આપણે ગયા વર્ષના માર્ચની સરખામણીની વાત કરીએ તો આ વખતે ડીલની સંખ્યામાં 60 ટકા અને મૂલ્યના સંદર્ભમાં 45 ટકાનો વધારો નોંધાયો છે.
આ મામલાની મળેલી જાણકારી પ્રમાણે નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોવાથી આ તેજી જોવા મળી રહી છે. તમામ પ્રકારના ડિજિટલ સોદા તેમની ટોચ પર પહોંચ્યા. જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જાન્યુઆરીમાં સોદાઓની સંખ્યા ફેબ્રુઆરીમાં 8 અબજથી ઘટીને 7.5 અબજ થઈ હતી. મૂલ્યની દ્રષ્ટિએ, યુપીઆઈ વ્યવહારોનું કુલ મૂલ્ય જાન્યુઆરીમાં 12.9 લાખ કરોડથી ઘટીને ફેબ્રુઆરીમાં 12.3 લાખ કરોડ રુપિયા થઈ ગયું.