Site icon Revoi.in

અમેરિકાની નવી પહેલ – હવે સરકારી વેબસાઈટનું હિન્દી, ગુજરાતી અને પંજાબીમાં અનુવાદ કરાશે

Social Share

 

દિલ્હીઃ- ભારતભરપમાંથી ઘણા લોકો વિદેશ જઈને વસી રહ્યા છઓ,ખાસ કરીને અમેરિકામાં મૂળ ભારતીયો ઘણા વસવાટ કરે છે,ત્યારે હવે અમેરિકાની સરકારે આ ભારતીયો પર જાણે ખાસ ધ્યાન આપ્યું હોય તેમ લાગી રહ્યું છે,કારણ કે અમેરિકાની સરકારે તાજેતરમાં જેહર કર્યું છે કે તેઓ અમેરિકાની સરકારી વેબસાઈટનું ગુજરાતી,હિન્દી અને પંજાબીમાં અનુવાદ કરશે.

યુએસ પ્રેસિડેન્શિયલ કમિશને વ્હાઇટ હાઉસ અને અન્ય ફેડરલ એજન્સીઓની વેબસાઇટ્સને એશિયન-અમેરિકનો અને પેસિફિક ક્ષેત્રના લોકો દ્વારા બોલાતી ભાષાઓમાં અનુવાદ કરવાની ભલામણ કરી છે.

ભલામણ કરવામાં આવેલી આ ભાષાઓમાં હિન્દી, ગુજરાતી અને પંજાબી ભાષાઓનો પણ સમાવેશ થાય છે. એશિયન અમેરિકન્સ , નેટિવ હવાઈઅન્સ અને પેસિફિક ટાપુવાસીઓ પરના રાષ્ટ્રપતિના સલાહકાર પંચે તાજેતરમાં આ ભાષાઓનો સમાવેશ કરવાની ભલામણોને મંજૂરી આપી છે.

આ મહિનાની શરૂઆતમાં કમિશનની બેઠકમાં સૂચવવામાં આવ્યું હતું કે ફેડરલ એજન્સીઓએ તેમની વેબસાઇટ્સ પર ‘AA’ અને ‘NHPI’ દ્વારા બોલાતી ભાષાઓમાં મુખ્ય દસ્તાવેજો, ડિજિટલ સામગ્રી અને એપ્લિકેશન્સ ઉપલબ્ધ કરાવવી જોઈએ

આ સાથે જ બેઠકમાં એવા પણ સુચન આપવામાં આવ્યા હતા કે અંગ્રેજી ભાષામાં આવડત ન ધરાવતા લોકો માટે જાહેર અને કટોકટીની ચેતવણીઓ પણ સુલભ હોવી જોઈએ. તેણે એ પણ ભલામણ કરી છે કે સંઘીય સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપત્તિ વિરોધી કામગીરી, નીતિ ઘડતર, પ્રતિભાવ વ્યવસ્થાપન અને અન્ય યોજનાઓ સમાવિષ્ટ છે અને તે વસ્તીના અનુભવોને પ્રતિબિંબિત કરે છે જેમને અંગ્રેજીની મજબૂત સમજ નથી.