Site icon Revoi.in

દેશમાં જોવા મળ્યો કોરોનાનો નવો વેરિએન્ટઃ- સાત દિવસમાં વજન ઘટવાનું થાય છે શરુ

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટે ઘણા લોકોના જીવ લીધા કારણ કે આ  વેરિએન્ટ ખૂબ જ ઝડપી ફેલાતો છે, ત્યારે ભારત માટે ફરી ચિંતાનો વિષય સામે આવ્યો છે, દેશમાં બીજા નવા વેરિએન્ટની ભાળ મળી છે.

આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા પછી ભારતમાં બીજો નવો કોરોના વેરિએન્ટ સામે આવ્યો છે, જે સાત દિવસમાં દર્દીનું વજન ઘટાડી શકે છે. વાયરસનો આ પ્રકાર પહેલા બ્રાઝિલમાં જોવા મળ્યો હતો ત્યાથી આ વેરિએન્ટ ભારતમાં આવ્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. હવે વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે બ્રાઝિલથી એક નહીં પણ બે વેરિએન્ટ ભારતમાં આવ્યા છે અને આ બીજો વેરિએન્ટ B.1.1.28.2 ખૂબ ઝડપથી છે.

સીરિયન હેમ્સ્ટર કે જે એક ઉંદરોની એક પ્રજાતિ છે તેમાંના પરીક્ષણો દર્શાવે છે કે સંક્રણ લાગ્યાના સાત દિવસની અંદર આ વેરિઅન્ટ શોધી શકાય છે. આ વેરિએન્ટ શરીરના ઝડપથી વજન ઘટાડવાનું કારણ બની શકે છે અને ડેલ્ટાની જેમ, તે પણ વધુ ગંભીર બની શકે છે અને એન્ટિબોડી સંભવિતમાં ઘટાડો થાય છે.

પુણેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના ડો,પ્રજ્ઞા યાદવે આ નવા વેરિએન્ટને લઈવે કહ્યું કે બી .1.1.28. વેરિએન્ટ બહારથી આવેલા બે લોકોમાં મળી આવ્યો હતો. જિનોમ સિક્વિન્સિંગ કર્યા પછી, અમે તેનું પરીક્ષણ પણ કર્યું જેથી અમે તેની અસર વિશે જાણી શકીએ.જો કે ભારતમાં હજી સુધી તેના વધુ કેસ સામે આવ્યા નથી . જ્યારે ડેલ્ટા વેરિઅન્ટ સૌથી વધુ મળી રહ્યા છે. જો કે, તકેદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે એન્ટિબોડીઝનું સ્તર પણ ઘટાડે છે, જેના કારણે ફરીથી ચેપ લાગવાનું જોખમ વધે છે.આ નવા વેરિએન્ટથી સાત દિવસની અંદર વજન ઘટવાનું શરુ થાય છે.