Site icon Revoi.in

ઈઝરાયલમાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ મળી આવ્યો – બે દર્દીઓના પરિક્ષણમાં થઈ પૃષ્ટિ

Social Share

દિલ્હીઃ- દશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી છે ત્યારે બીજી તરફ કોરોનાના નવા વેરિએન્ટ સામે આવવાની પૃષ્ટી થઈ રહી છે, કોરોના વાયરસે અનેક સ્વરુપ બદલ્યા છે .અનેક વેરિએન્ટ બાદ હવે ઈઝરાયલમાં આ નવા વેરિએન્ટની ભાળ મળી આવી છે.

ઇઝરાયેલના મહામારીના પ્રતિભાવના ચીફ સલમાન ઝરકાએ  આ જોખમને ફગાવી દીધો છે. તેમણે કોરોનાના નવા વેરિએન્ટથી  અમે જરાપણ ચિંતિત નથી. ઇઝરાયેલની 9.2 મિલિયન વસ્તીમાંથી ચાર મિલિયનથી વધુ લોકોએ કોરોનાવાયરસ રસીના ત્રણ ડોઝ મેળવ્યા છે.ઉલિ્લેખનીય છે કે વિશ્વમાં મોટા પાયે રસીકરણ થઈ ગયું છે, જેને લઈને કોરોનાનું જોખમ એટલું વર્તાઈ રહ્યું નથી.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઈઝરાયેલમાં કોરોના વાયરસના નવા પ્રકારના બે કેસ નોંધાયા છે. આ માહિતી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. જો કે, સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે તેઓ આ અંગે બહુ ચિંતિત નથી. આ નવા વેરિઅન્ટ કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટના બે પેટા વેરિઅન્ટ BA.1 અને BA.2નું મિશ્રણ વેરિએન્ટ છે.ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર ઉતરેલા બે મુસાફરોના RT PCR રિપોર્ટમાં આ કોરોનાનો નવો પ્રકાર જોવા મળ્યો છે.

જો કે આ મમાલે સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ કહ્યું છે કે, ‘હાલ સુધી સમગ્ર વિશ્વમાં આ પ્રકાર વિશે કોઈ માહિતી નથી.’ એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ વેરિઅન્ટના બે કેસમાં હળવો તાવ, માથાનો દુખાવો અને સ્નાયુઓમાં વિકાર જેવા લક્ષણો જોવા મળ્યા છે. જો કે, તેના દર્દીઓને કોઈ વિશેષ તબીબી સુવિધાઓની જરૂર નથી.