ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા વિઝા નિયમ લાગુ- કામ કરવાના કલાકો પણ વધારાશે
દિલ્હીઃ- ભારતના ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે જો તેના ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો અહી પણ ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરી રહ્યા છૈે ત્યારે હવેથી ઓસ્ટ્રેલિયાએ ભારતીય વિદ્યાર્થીઓના વિઝાના નવા નિયમો બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મહિનાની શરૂઆતમાં, ભારત અને ઓસ્ટ્રેલિયાએ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંશોધકો અને વ્યવસાયિક લોકો માટે તકો ખોલવા માટે સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ, મોબિલિટી એરેન્જમેન્ટ ફોર ટેલેન્ટેડ અર્લી-પ્રોફેશનલ્સ સ્કીમભારતના યુવા પ્રોફેશનલ્સ માટે 3,000 વાર્ષિક સ્પોટ ઉપલબ્ધ કરાવશે, જે તેમને વિઝા સ્પોન્સરશિપની જરૂરિયાત વિના દેશમાં બે વર્ષ વિતાવવાની મંજૂરી આપશે.
ઓસ્ટ્રેલિયાના નવા વિઝા નિયમો ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહતના સમાચાર આપે છે.કારણ કે સ્નાતકો હવે આઠ વર્ષ સુધી વિઝા સ્પોન્સરશિપ વિના પણ હવેથી કામ માટે અરજી કરી શકશે.
આટલું જ નહી આ ઉપરાંત, બે વર્ષના વર્ક વિઝા એક્સટેન્શન સાથે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે માન્ય વર્ક-અવર મર્યાદા અઠવાડિયા દીઠ 40 કલાકથી વધારીને 48 કલાક કરવામાં આવશે.એટલે કે વિદ્યાર્થીઓ અઠનાડિયામાં જે પહેલા માત્ર 40 કલાક કામ કરી શકતા હતા તેના બદલે આ કલાકોમાં 8 કલાકનો ઉમેરો કરાયો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ઓસ્ટ્રેલિયા દ્રારા જારી કરાયેલા આ નવા વિઝા નિયમો 1 જુલાઈથી, ઓસ્ટ્રેલિયન તૃતીય સંસ્થાઓમાં અભ્યાસ કરતા ભારતીય સ્નાતકોને લાગૂ પડશે જે આઠ વર્ષ સુધી વિઝા સ્પોન્સરશિપ વિના કામ કરવા માટે કેપેબલ ગણાશે.