- કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર વધારી ચિંતા
- કોરોનાના નવા લક્ષણોમાં ડાયરિયાનો સમાવેશ
- જાણો નવા વાયરસના લક્ષણો શું છે
અમદાવાદ: દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે.ઘણા મોટા સ્વાસ્થ્ય નિષ્ણાતોએ કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવાનો આગ્રહ કર્યો છે.દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે ડોક્ટરોનું કહેવું છે કે,મોટાભાગના કેસોમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમ છતાં લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. હેલ્થ એક્સપર્ટએ કહ્યું હતું કે,છેલ્લા 10 દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.
હેલ્થ એક્સપર્ટએ કહ્યું કે,મોટાભાગના કેસોમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે.હાલમાં કોવિડ 19 ના લક્ષણોમાં તાવ, શરદી, છીંક આવવી, ગળામાં દુખાવો અને ઉધરસ જેવા હળવા લક્ષણોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે,તાજેતરમાં જ ઝાડા કોવિડના લક્ષણ તરીકે જોવામાં આવ્યા છે. સંક્રમણથી બચવા માટે સૂચન કરતાં તેમણે કહ્યું કે,લોકોએ ફરજિયાતપણે માસ્ક પહેરવાની જરૂર છે.જે ઝડપે કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા વધુ સાવચેતી રાખવાની જરૂર પડશે.
આ પહેલીવાર છે જ્યારે કોરોના સંક્રમિત દર્દીઓમાં પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ડાયરિયા પણ જોવા મળી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં ડાયરિયા જેવી બીમારીથી સંબંધિત ઘણા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. જોકે, તેમનો હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઘણો ઓછો છે. માત્ર એવા લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે જેમને પહેલાથી જ સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી દેશમાં બે હજારથી વધુ કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે.બુધવારે, કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 2927 હતી, જ્યારે મંગળવારે તેમનો આંકડો 2483 હતો.કોરોનાના વધતા જતા કેસોને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.મીટિંગમાં પીએમ મોદીએ કહ્યું હતું કે,સંક્રમણને શરૂઆતમાં જ રોકવું એ અમારી પ્રાથમિકતા છે અને આપણે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની વ્યૂહરચના અપનાવવી પડશે.જેમ આપણે પહેલી આવેલ લહેરમાં કર્યું હતું.