અમદાવાદઃ ગુજરાતમાં 31મી ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને આવકારવા માટે યુવાઓએ આયોજન કર્યું છે. બીજી તરફ પોલીસે પણ દારૂની પાર્ટી અને દારૂ પીને છાકટા બનીને ફરતા દારૂડિયાઓને ઝડપી લેવા માટે પોલીસે સઘન પેટ્રોલીંગનું આયોજન કર્યું છે. વલસાડ પોલીસે નજીકમાં આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીથી નવા વર્ષની ઉજવણી કરીને આપનારાઓ પૈસી દારૂડિયાઓને ઝડપી લેવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસે એક જ દિવસમાં 800થી વધારે દારૂડિયાઓને ઝડપી લીધા છે. પોલીસે દારૂડિયાઓને રાખવા માટે એક હોલ અને વાડી પણ ભાડે રાખી હોવાનું જાણવા મળે છે.
દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ખાવા-પીવાનાં શોખીન યુવાનો નવા વર્ષની ઉજવણી કરવા દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં જાય છે. દરમિયાન વલસાડ પોલીસે દારૂના નશામાં ગુજરાતમાં પ્રવેશ કરતાં શોખીનોને સબક શીખવવા તમામ ચેકપોસ્ટને ચેક નાકા ઉપર પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે. દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી અત્યાર સુધી 835 જેટલા શોખીનો નશાની હાલતમાં ઝડપાયા છે. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દર વર્ષે નવા વર્ષની ઉજવણી દરમિયાન વલસાડ પોલીસ એક્શન પ્લાન તૈયાર કરે છે. જે અંતર્ગત સંઘપ્રદેશ દમણ દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ મુખ્ય રસ્તાઓ અને અંતરિયાળ રસ્તાઓ પર ચેકપોસ્ટ ઊભી કરે છે. જ્યાં પોલીસ દ્વારા રાતદિવસ પહેરો ગોઠવવામાં આવે છે અને દારૂની છૂટ ધરાવતા આ પ્રદેશોમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકોનું ચકાસણી કરવામાં આવે છે. દરમિયાન અત્યારથી જ વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનો પીધેલાઓથી ઉભરાઇ રહ્યા છે. તેમના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.
વલસાડ જિલ્લામાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનની બહાર આરોપીઓ માટે મંડપ બાંધવામાં આવ્યો છે. તો પારડી પોલીસે આરોપીઓને રાખવા એક હોલ ભાડે રાખ્યો છે. અને આવી રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.