ન્યૂયોર્કઃ યુવાન સંભવિત ઘરપકડથી બચવા સતત 52 કલાક વૃક્ષ ઉપર રહ્યો
દિલ્હીઃ ન્યૂયોર્ક શહેરના ક્કીંસમાં એક 44 વર્ષિય શખ્સ વૃક્ષ ઉપર લગભગ 3 દિવસ એકલે કે 52 કલાક વિતાવ્યા બાદ નીચે ઉત્તરો હતો. બપોરના સમયે આ વ્યક્તિ પોલીસથી બચવા માટે વૃક્ષ ઉપર ચડી ગયો હતો. પોલીસ અધિકારીઓએ તેને નીચે ઉતરવા માટે અનેક પ્રયાસો કર્યાં હતા પરંતુ યુવાન કોઈની વાત સાંભળવા તૈયાર ના હતો.
રિપોર્ટ અનુસાર ન્યુયોર્કમાં માતાએ દીકરા સામે ફરિયાદ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. 65 વર્ષિય મહિલાએ પોલીસને કહ્યું હતું કે, તેમનો દીકરો મારી નાખવાની ધમકી આપી રહી છે. જ્યારે પોલીસ યુવાનને પકડવા સ્થળ પર દોડી ગઈ હતી ત્યારે સંભવિત ધરપકડ ટાળવા અને પોલીસથી બચવા માટે છત ઉપરથી સીધો નજીકના ઉંચા વૃક્ષ ઉપર ચડી ગયો હતો. પોલીસે તેની સાથે વાત કરી હતી પરંતુ યુવાન પોલીસની કોઈ વાત સાંભળવા તૈયાર ન હતો. તેમજ પોલીસને ધમકી આપી કે, જો કોઈ વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરશો તો નીચે કુદી પડીશ. યુવાન બે દિવસ અને રાત ઝાડ ઉપર જ પસાર કર્યાં હતા.
પોલીસે જણાવ્યું હતું કે, રૂડી થોમસ નામનો આ વ્યક્તિ સામે ધરપકડ વોરન્ટ હતું. તેણે ગત મહિને એક અન્ય મહિલાને કથિત રૂપે માર માર્યો હતો. તેને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો.