Site icon Revoi.in

ન્યૂઝીલેન્ડનો ખેલાડી એજાઝ પટેલ આઈસીસીનો પ્લેયર ઓફ ધ મંથ બન્યો

Social Share

દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે આઈસીસીએ ડિસેમ્બર મહિનાના સર્વશ્રેષેઠ પ્લેયરની જાહેરાત કરી છે. આઈસીસીએ એજાઝ પટેલને ડિસેમ્બર 2021 માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડને એજાઝ પટેલએ ડિસેમ્બરમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારતની સાથે એક ઈનીંગ્સમાં 10 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે. જીમ લેકર અને અનિલ કુંબલે બાદ આ સિદ્ધિ હાંસલ કરવાનાર ન્યૂઝીલેન્ડના સ્પિનર પટેલ ત્રીજો પ્લેયર છે.

ભારતમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલએ મુંબઈ સ્ટેટમાં એક ઈનિંગ્સમાં તમામ 10 વિકેટ લઈને ઇતિહાસ રચી નાખ્યો છે. ઈંગ્લેન્ડના જીમ લેકર અને ભારતના અનિલ કુંબલે બાદ આ સિદ્ધિ હાંસલ કરનારો દુનિયાનો ત્રીજો પ્લેયર બની ગયો છે. ગયા મહિને પટેલે 3 મેચમાં 19.64ની એવરેજથી 14 વિકેટ લીધી હતી. આ ઉપરાંત 58.50ની એવરેજથી 117 રન પણ બનાવ્યાં હતા. વાનખેડેમાં 225 રન આપીને કુલ14 વિકેટ લીધી હતી. જે વર્ષ 2021માં એક ટેસ્ટ મેચમાં સર્વશ્રેષ્ઠ બોલીંગનો આંકડો છે.