1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં રૂ. 48 કરોડના ખર્ચે નવનિર્મિત ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું રવિવારે લોકાર્પણ કરાશે
વડોદરામાં રૂ. 48 કરોડના ખર્ચે નવનિર્મિત ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું રવિવારે લોકાર્પણ કરાશે

વડોદરામાં રૂ. 48 કરોડના ખર્ચે નવનિર્મિત ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું રવિવારે લોકાર્પણ કરાશે

0
Social Share

વડોદરાઃ આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલ રવિવારે તારીખ 21મે ના રોજ વડોદરા ખાતે રૂ. 48 કરોડથી વધુની રકમના ખર્ચે નવનિર્મિત ખોરાક અને ઔષધ પ્રયોગશાળાનું લોકાર્પણ કરશે.આ પ્રયોગશાળાને સમગ્ર દેશમાં ખોરાક અને ઔષધ ના નમુનાઓનું પૃથ્થક્કરણ કરવા સરકાર હસ્તકની મોટામાં મોટી પ્રયોગશાળાનો દરજ્જો પ્રાપ્ત થયો છે.

રાજકોટ અને ભુજ બાદ આ પ્રકારની અત્યાધુનિક ફુડ એન્ડ ડ્રગ્સની લેબ વડોદરામાં કાર્યરત બનશે. આમ હાલ રાજ્યમાં ફુડ એન્ડ ડ્રગ્સના લેબની સંખ્યા ત્રણ થશે. વધુમાં ગુજરાતના દક્ષિણ વિસ્તારના સુરત ખાતે નવી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નવીન પ્રયોગશાળાનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે .જેના થકી ખોરાક અને દવાના નમુના ની ચકાસણીમાં વધારો થશે તેમજ ચકાસણી સમયમાં પણ ઘટાડો થશે જેના થકી જાહેર આરોગ્યને સાચવવામાં વધુ સફળતા મળશે. સુરત ખાતેની આ નવિન લેબોરેટરી ટૂંક સમયમાં નિર્માણ પામશે.

વડોદરા ખાતે લોકાર્પણ થનાર લેબ 16000 ચો.મીટરથી વધુનો વિશાળ વિસ્તાર ધરાવતા દશમાળના અત્યાધુનિક બિલ્ડીંગમાં નિર્માણ પામેલ છે. આ પ્રયોગશાળાના ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ  1947માં વડોદરાના રજવાડાના સમયમાં ડ્ર્ગ્સ લેબોરેટરી, વડોદરા તરીકે આ પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી હતી.  સ્વતંત્રતા બાદ વડોદરાની આસપાસના જિલ્લામાં દવા ઉદ્યોગોને વિકાસ થતા વડોદરામાં જ નવી અધ્યતન પ્રયોગશાળા બનાવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું. તા:22મી ફેબ્રુઆરી 1959ના રોજ જુના બિલ્ડીંગનો પાયો નંખાયો . ત્યારબાદ 1લી, નવેમ્બર 1961ના રોજ તેનું  લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં આવેલ જૂની બિલ્ડીંગ જે 1061માં નિર્માણ થયું ત્યારે Western India ની જે તે સમય ની મોટામાં મોટી લેબ હતી . જેનો ભવ્ય ભૂતકાળ જોતા ભારત સરકારને વિવિધ ટેકનિકલ બાબતોમાં અને ચકાસણીની નવીન પદ્ધતિ વિકસિત કરવા માટે અમુલ્ય યોગદાન આપેલ હતું. વધુમાં તે સમયે બીજા અન્ય રાજ્યોના દવાના નમુનાનું ટેસ્ટીંગ પણ આ લેબ માં કરવામાં આવતું હતું.

પ્રવર્તમાન સમયમાં પણ આ પ્રયોગશાળામાં ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધના નમુના ઉપરાંત, ઝારખંડ રાજ્ય, કેંદ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, વેસ્ટર્ન રેલ્વે તરફથી આવતાં ખાદ્ય પદાર્થના નમુના, Prohibition અને Excise ડીપાર્ટમેન્ટના નમૂનાઓ, રાજ્યની હોસ્પિટલ સપ્લાયના ઔષધના નમુના, ICDS યોજના અંતર્ગત ખોરાકના નમુનાઓ પણ ચકાસવામાં આવે છે.

આ પ્રયોગશાળાનો હાલનો કાર્યભાર વધતા આગામી ૫૦ વર્ષોની જરૂરીયાતો, આધુનિક ઉપકરણો માટેની વિશાળ જગ્યા તથા NABL (National … Gujarati) ના ધારાધોરણો તેમજ સરકારના પ્રવર્તમાન ગ્રીન બિલ્ડીંગ હેતુ સાકાર થઇ શકે તે રીતે આ નવીન કેમ્પસનું માસ્ટર પ્લાનીંગ કરવાની વિચારણાને સરકાર દ્વારા અમલમાં મૂકીને આ નવીન લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code