Site icon Revoi.in

અમેરિકામાં નવા ચૂંટાયેલા પ્રમુખ જોબાઈડનની ટીમમાં મૂળ કાશ્મીરી યુવતીનો સમાવેશ

Social Share

દિલ્હીઃ-અમેરિકાના નવા ચૂંટાયેલા જો બાઇડનની ટિમમાં મૂળ ભારતીયોની સંખ્યામાં જાણે વધારો થઈ રહેલો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે વધુ એક કાશ્મીરી યુવતી પણ તેમની ટીમમાં સમાવેશ પામી છે,ડિજિટલ ટીમમાં મૂળ કશ્મીરમાં જન્મેલી અને અમેરિકામાં ઊછરેલી આયેશા શાહને સ્થાન મળ્યું છે.

વિતેલા દિવસને સોમવારે વ્હાઇટ હાઉસે આયેશાને ડિજિટલ વિભાગમાં સિનિયર પોસ્ટ પર લેવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. આયશા શાહ કે જે લાઉઝિયાનામાં ઉછરેલી છે અને તેમનું શિક્ષણ પણ અહીથી જ થયું છે.

થયેલી આયેશા પ્રમુખપદની ચૂંટણી દરમિયાન જો બાઇડન-હેરીસની ટીમમા ડિજિટલ પાર્ટનરશીપ મેનેજર તરીકે કામ કરી ચૂકી હતી. આ બન્ને નેતાઓ બાઇડન અને હેરીસ આયેશાથી પ્રવાવિત થયા છએ તેના કામની પ્રસંશાઓ કરી કાર્ય.થી પરિચિત હતાં. જદેથી કરીને તેઓ એ આયેશાને વ્હાઇટ હાઉસની ડિજિટલ સ્ટ્રેટેજી ટીમમાં કામ કરવા માટેનું પદ આપ્યું છે.

આયેશા સ્મિથસોનિયન સંસ્થામાં ડિજિટલ સ્પેશ્યલિસ્ટ તરીકે તાજેતરમાં કાર્યરત છે. એ પહેલાં આયેશા જ્હૉન એફ કેનેડી સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સના કોર્પોરેટ ફંડ વિભાગમાં ડેપ્યુટી મેનેજર તરીકે પણ સેવા આપી ચૂકી હતી. આયેશા પાસે પોતાના ક્ષેત્રના કામનો બહોળો અનુભવ તેને અહી સુધી લઈ આવ્યો છે, હવે તે વ્હાઇટ હાઉસમાં કાર્યરત રહેશે.

સાહિન-