Site icon Revoi.in

ઓમિક્રોનને લઈને રાહતના સમાચારઃ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં એક પણ કેસ નહીં, 31 લોકો થયાં સાજા

Social Share

મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાને દસ્તક દીધી છે. ભારતમાં પણ ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત 12 જેટલા રાજ્યોમાં કોરોનાના 161 જેટલા કેસ નોંધાયાં છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના કેસ સામે આવ્યાં છે. દરમિયાન રાહતની વાત એ છે કે, 24 કલાકમાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. એટલું જ નહીં 31 દર્દીઓ ઓમિક્રોનને મહાત આપીને સાજા થયાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાંથી જ આવતા હતા. હવે ઓમિક્રોનનો ખતરો દેશ ઉપર તોડાઈ રહ્યો છે. ત્યારે સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં જ નોંધાયાં છે. મહારાષ્ટ્રમાં 54 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી સરકાર સફાળી જાગી છે. તેમજ કોરોના અને ઓમિક્રોનના ખતરને ટાળવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન મહારાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન ઓમિક્રોનનો એક પણ પોઝિટિવ કેસ સામે નહીં આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ 31 લોકો સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. હજુ 23 લોકોની સારવાર ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર તથા વિવિધ રાજ્ય સરકારો દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. પુરતી માત્રામાં ઓક્સિજનનો સ્ટોક અને વેન્ટીલેટર સહિતની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

(Photo-File)