- પંજાબના ભઠીંડામાં મિલેટ્રી સ્ટેશનમાં ફાયરિંગ
- 4 લોકોના થયા મોત
ચંદીગઢઃ- તાજતરમાં પંજાબના ભઠીંડાની દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે ,મળતી માહિતી પ્રમાણે આજે રોજ વહેલી સવારે લગભગ 4 વાગ્યેની 30 મિનિટ આસપાસ ભથિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગની ઘટના બનવા પામી છે.
આ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. ઘટના બાદ સ્ટેશન ક્વિક રિએક્શન ટીમો સક્રિય કરવામાં આવી હતી અને વિસ્તારને કોર્ડન કરીને સીલ કરવામાં આવ્યો હતો. આ સાથએ જ અહી સંર્ચ ઓપરેશનમ શરુ કરવામાં આવ્યું છે.
આ ઘટના અધિકારીઓની મેસની અંદર બની હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ કેન્ટોનમેન્ટ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. કેન્ટની અંદર કોઈને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જો કે હાલ ફાયરિંગ બંધ થઈ ગયું છે.સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને ઝડપી પ્રતિક્રિયા ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
જો કે બીજી તરફ ભટિંડાના એસએસપીએ એનડીટીવીને જણાવ્યું છે કે આ આતંકવાદી હુમલો નથી.કોઈ બીજી બાબતની ઘટના બની છે સેનાએ કોઈને અંદર જવાની મંજૂરી આપી નથઈ અમે પણ બહાર છીએ અને ઘટના વિગત અંગે રાહ જોઈ રહ્યા છે.
જો કે હાલ એ પણ જાણવા મળ્યું નથઈ કે જે 4 લોકોના ફાયરિંગમાં મોત થાય છે તે અન્ય લોકોછે કે આર્મી સાથએ જોડાયેલા લોકો છે.