નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમચાર એજન્સી એઅનઆઇને આપેલી એક વિશેષ મુલાકાતમાં રામ મંદિર, વન નેશન વન ઇલેક્શન, ત્રણ તલાક, ભારતના વિકાસના રોડમેપ અંગે વાત કરી હતી અને ખાસ તો દક્ષિણ ભારત ઉપર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ પરિવારવાદ અને સનાતન ધર્મ અંગે પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં ચૂંટણી ઉત્સવની જેમ ઉજવાવી જોઈએ, સાથે જ ઉમેર્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી અમારી પ્રતિબદ્ધતા છે. ઘણા લોકોએ સમિતિને તેમના સૂચનો આપ્યા છે…
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, મારા નિર્ણયો કોઈને ડરાવવા કે દબાવવા માટે નહીં પરંતુ દેશના સર્વાંગી વિકાસ માટે છે. તો રામ મંદિર અંગેના વિપક્ષના ઉહાપોહ અંગે તેમણે કહ્યું હતું કે, વિપક્ષે રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવ્યો આનો ઉકેલ વિપક્ષ ઘણા વર્ષ પહેલા લાવી શક્યો હોત. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાથી 2047ના વિઝન પર કામ કરી રહ્યો હતો, મેં દેશભરના લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા કે તેઓ આગામી 25 વર્ષમાં દેશને કેવી રીતે જોવા માંગે છે.
ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024ની લોકસભાની સામાન્ય ચુંટણીઓ માટે પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ચુટંણી ઢંઢેરાને સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી નામ અપાયુ છે. દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ રાજનાથ સિંહે તથા સમિતિના સભ્ય નિર્માલા સીતારમણે મેનીફેસ્ટો જાહેર કર્યો હતો. ભાજપના સંકલ્પ પત્ર અંગે સમિતિના અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યુ કે સમયના અભાવ વચ્ચે પ્રધાનમંત્રી સતત માર્ગદર્શન આપતા રહ્યા હતા. સંકલ્પ પત્ર બનાવવા માટે અલગ અલગ માધ્યમ થી 15 લાખથી વધારે સુચનો મળ્યા હતા. 4 લાખ સુચન નમો એપ અને 10 લાખ સુચન વિડિયો થકી મળ્યા હતા. આ સંકલ્પ પત્ર 27 સભ્યોની સમિતિએ તૈયાર કર્યું છે.