Site icon Revoi.in

ઈન્ડિ ગઠબંધનની આવતીકાલે યોજાનારી બેઠકમાં આગામી નિર્ણય લેવાશેઃ રાહુલ ગાંધી

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામમાં એનડીએ અને ઈન્ડિ ગઠબંધન ખરાખરીનો જંગ જામ્યો છે. સરકાર બનાવવાને લઈને રાજકીય પાર્ટીઓમાં પણ તડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દરમિયાન રાહુલ ગાંધીએ મતદારોનો આભાર માન્યો હતો, તેમજ કહ્યું હતું કે, આવતીકાલે ઈન્ડિ ગઠબંધનની બેઠક યોજાશે તેમાં આગળ શું કરવું તેનો નિર્ણય લેવામાં આવશે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશે મોદીને કહી દીધું છે કે અમે તમને ઈચ્છતા નથી. સંવિધાનને બચાવવાનું કામ દેશના સૌથી ગરીબ લોકોએ કર્યું છે. ગરીબ, મજુરો, આદિવાસીઓ અને ખેડૂતોએ કામ કર્યું છે. ભારતના સૌથી ગરીબ લોકોએ સંવિધાનને બચાવ્યું છે. કોંગ્રેસ આપની સાથે ઉભી છે, અમે જે વાયદા કર્યાં હતા. તે તમામ પુરા કરીશું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કાલે ઈન્ડિ ગઠબંધનની બેઠક છે. કાલે નક્કી કરવામાં આવશે કે હવે આગળ શું કરવું. રાયબરેલી અને વાયનડથી જીત્યો છું, પરંતુ કંઈ સીટ રાખવી તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. અમે એક ગઠબંધનનો ભાગ છીએ, તેમની સાથે અમારે હજુ કોઈ ચર્ચા કરી નથી. ઈન્ડી ગઠબંધનની પાર્ટીઓની કાલે મીટીંગ મળશે. કિશોરીલાલ શર્માજી 40 વર્ષથી અમેઠીમાં કોંગ્રેસ માટે કામ કરી રહ્યાં છે. કિશોરીલાલજી અમેઠી સાથે જોડાયેલા અને એટલે જ જીત્યાં છે. ઉત્તરપ્રદેશની જનતાએ કમાલ કરી બતાવ્યું છે. યુપીએ હિન્દુસ્તાનની રાજનીતિ સમજીને સંવિધાન ઉપરના ખતરાને સમજીને ઈન્ડિ ગઠબંધનનું સમર્થન કર્યું છે.

મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમે ઈન્ડિ ગઠબંધન સાથે વાત કરીએ અને નવી પાર્ટીઓ જોડાવાની છે તેમને સાથે મળીને કેવી રીતે સરકાર બનાવવી તે નક્કી કરાશે.