Site icon Revoi.in

સુબ્રમણ્યમ સ્વામીએ કરેલી અરજી ‘રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર’ તરીકે જાહેર કરવાની માંગણી પર કોર્ટ આવતા મહિને કરશે સુનાવણી,

Social Share

દિલ્હીઃ- રામસેતુ ભારતના લોકોની આસ્થા સાથે જોડાયેલો છે, જેને લઈને તેને રાષ્ટ્રીય ઘરોહર જાહેર કરવાની માંગણી વર્ષ 2022 થી કરવામાં આવી રહી છે,રામસેતૂને હેરિટેજ જાહેર કરવાની માગવાળી અરજી પર  ઘણી  સુનાવણી પણ કરવામાં આવી છે ત્યારે હવે આ મામલે આવતા મહિને ફેબ્રુઆરીમાં સુનાવણી હાથ ધરાશે.

આ પહેલા 26 જૂલાઈ 2022 સે પણ સુનાવણી કરાઈ  છે. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજીમાં રામસેતૂને રાષ્ટ્રીય ધરોહર સ્મારક ઘોષિત કરવા માટે કેન્દ્નેર નિર્દેશ આપવા સંબંધિત અનુરોધ કર્યો છે. આ સહીત રામસેતૂને આદમ પુલ પણ કહેવાય છે. આ મામલે આજરોજ સુપ્રિમ કોર્ટે  કહ્યું કે તે ફેબ્રુઆરીમાં ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુનાવણી કરશે, કોર્ટે કહ્યું કે તે આ મામલે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં સુનાવણી કરશે.

આ બબાતને લઈને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે કહ્યું કે આ મામલાને તાત્કાલિક સુનાવણી માટે લઈ શકાય નહીં કારણ કે હાલમાં બંધારણીય બેંચમાં સુનાવણી ચાલી રહી છે. જેથી કરીને આવતા મહિને આ મમાલે સુનાવણી હાથ ધરાશે બીજી તરફ બીજેપી નેતા સ્વામીએ કહ્યું કે સોલિસિટર જનરલે આ મામલે જવાબ આપવા પ્રતિબદ્ધ છે અને કેબિનેટ સચિવને સમન્સ જારી કરવા જોઈએ.