Site icon Revoi.in

હાઈવે ઉપર અકસ્માત અટકાવવા NHAIએ કર્યું આયોજનઃ મેરઠ એક્સપ્રેસ ઉપર 10 માર્શલ તૈનાત કરાશે

Social Share

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે ઉપર પણ માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન એનએસએઆઈ (NHAI) ડાસનાથી મેરઠ સુધી 10 માર્શલ તૈનાત કરશે. એક્સપ્રેસ-વે પર રોંગ સાઈટમાં વાહન ના ચાલે તે માટે ટ્રાફિક પોલીસને પણ તાકીદ કરવામાં આવી છે. અઢી મહિનામાં મેરઠ એક્સપ્રેસ-વે ઉપર 42 અકસ્માતમાં 24 લોકોના મોત થયાં છે. ટ્રાફિક પોલીસના મતે પૂરઝડપે વાહન હંકારતા તથા રોંગ સાઈટમાં આવતા વાહનોને કારણે અકસ્માતમાં વધારો થયો છે. જેથી માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા NHAIએ યોજના બનાવી છે.

NHAI પરિયોજનાના ઉચ્ચ અધિકારી મુદિત ગર્ગએ જણાવ્યું હતું કે, ચાર ખંડ ઉપર સૌથી વધારે અકસ્માત સર્જાય છે. ડાસનાથી મેરઠ સુધી 10 માર્શલ એકાદ-બે દિવસમાં તૈનાત કરવામાં આવશે. એક્સપ્રસ-વે ઉપર વાહન ચાલક રસ્તો ના ભૂલે તે માટે માર્શલ મદદ કરશે. આઈએમએસ કોલેજ પાસે, ડાસના, સિકરોડ ઇન્ટરચેન્જ, ભોજપુર અને મેરઠ ટોલ પ્લાઝા પર માર્શલ તૈનાત કરાશે. જરૂર લાગશે તો અન્ય સ્થળો ઉપર પણ તૈનાત કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક્સપ્રેસ-વે ઉપર રોંગસાઈટ આવતા વાહનોને અટકાવવા માટે ટ્રાફિક પોલીસને તાકીદ કરાઈ છે અને દંડ ફટકારવા માટે વિનંતી કરાઈ છે. ટ્રાફિક પોલીસને પત્ર લખીને અનુરોધ કરાશે કે, ગાઝિયાબાદ સીમામાં જેટલા પણ એક્સપ્રેસ-વે ટોલ પ્લાઝા છે ત્યાં એક-એક ટ્રાફિક કોન્સ્ટેબલ તૈનાત કરવામાં અપીલ કરાશે. મેરઠ એક્સપ્રેસ-વે અને ઈસ્ટર્ન પેરિફેલર પર ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો દોડે છે. જો કે, આ વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે. ટ્રાફિક પોલીસે આ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવી પડશે. તેમજ ટોલ-પ્લાઝાના કર્મચારીઓને પણ જાણ કરવામાં આવી છે.