Site icon Revoi.in

દેશ વિરોધી તત્વો સામે એનઆઈએની કાર્યવાહી, અનેક સ્થળો ઉપર દરોડા

Social Share

નવી દિલ્હી: NIAની ટીમે ગેંગસ્ટર્સ સામે કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન આજે દેશના અનેક રાજ્યોમાં દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે. પંજાબના અસમાજીક તત્વો સાથે ISI અને ખાલિસ્તાની આતંકવાદીઓનો ખુલાસો થયો હતો, જેના પછી NIA દ્વારા એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. પંજાબથી લઈને રાજસ્થાન સુધી અનેક સ્થળો ઉપર એનઆઈએ દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં હવે આતંકવાદી એંગલનો પર્દાફાશ થયો છે. ખુદ પંજાબના ડીજીપીએ કહ્યું હતું કે, આ મામલામાં ગેંગસ્ટરો અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIનું કનેક્શન સામે આવ્યું છે. લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર સહિત સંદીપ ઉર્ફે કાલા જાથેદીનું આતંકવાદી કનેક્શન મળી આવ્યું હતું. તેણે કહ્યું, બોલિવૂડ એક્ટર સલમાન ખાન પણ મૂઝવાલા મર્ડર કેસમાં સામેલ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર હતો. ડીજીપીના જણાવ્યા અનુસાર, લોરેન્સ બિશ્નોઈના કહેવા અને ઈશારે આરોપી દીપક અને તેના સહયોગીઓએ રેકી કરી હતી. મૂસેલાવા હત્યા કેસમાં અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીજીપીએ એમ પણ જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં કપિલ પંડિતને લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને પણ નિશાન બનાવવા માટે કહ્યું હતું.

કપિલે પોલીસને જણાવ્યું કે, તે અને તેના બે સહયોગીઓ મુંબઈ ગયા અને રેકી કરી. ડીજીપીએ ખુલાસો કર્યો કે, આ હત્યા કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટરોના આઈએસઆઈ સાથે કનેક્શન છે. આ પછી, NIAએ કાર્યવાહી શરૂ કરી છે અને ગુંડાઓના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. NIAના આ દરોડા દેશભરમાં ઘણી જગ્યાએ ચાલી રહ્યા છે.