- PFI ફુલવારીશરીફ કેસમાં NIA ના અનેક સ્એથળો એ દરોડા
- કર્ણાટક, કેરળ અને બિહારમાં રેડ પાડવામાં આવી
દિલ્હીઃ- દેશભરમાં ગુનેગાર પ્રવૃત્તિઓ સામે સુરક્ષા એજન્સીઓ સખ્ત બની છે, દેશના અનેક સ્થળોએ એનઆઈએ દ્રારા રેડ પાડવામાં આવી રહી છે ત્યારે હવે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ફુલવારીશરીફ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કર્ણાટક, કેરળ અને બિહારમાં લગભગ 25 સ્થળોએ દરોડા પાડતી જોવા મળી રહી છે.
બિહારના કટિહારમાં NIAની ટીમે દરોડા પાડ્યા છે. કટિહારના હસનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેન્દ્રીય તપાસ એજન્સી યુસુફ ટોલાના પ્રતિબંધિત સંગઠન પીએફઆઈના નજીકના સહયોગી મોહમ્મદ નદવીના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. આ પહેલા પણ NIAની ટીમ છેલ્લા કેટલાક સમયથી દરોડા પાડી ચૂકી છે
આ પહેલા પણ આતંકવાદીઓની કમર તોડવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તમિલનાડુ, કેરળ સહિત 15 રાજ્યોમાં PFI અડ્ડાઓ પર દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બીજી તરફ જો કર્ણાટકની વાત કરીએ તો નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ બુધવારે સવારે કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા ના સભ્યોના 16 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.આ દરોડા મેંગલુરુ તેમજ પુત્તુર, બેલતંગડી, ઉપિનંગડી, વેનુર અને બંટવાલમાં પ્રતિબંધિત PFI ના સભ્યોના ઘરો, ઓફિસો અને હોસ્પિટલો પર એક સાથે પાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ દરોડા 12 જુલાઈ, 2022 ના રોજ બિહારમાં એક રેલી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલાની યોજના માટે પ્રતિબંધિત સંગઠન વિરુદ્ધ ચાલી રહેલી તપાસનો એક ભાગ છે.
NIAએ અગાઉ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, આસામ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. PFI અને તેની સાથે સંકળાયેલા લોકોની ટ્રેનિંગ એક્ટિવિટી, ટેરર ફંડિંગ અને લોકોને સંગઠન સાથે જોડવા સામે આ સૌથી મોટી કાર્યવાહી હતી. ત્યારે હવે ફરી NIAએ 25 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે.