- NIA ની મોટી કાર્યવાહી
- દિલ્હી સહિત 7 જગ્યાઓ પર દરોડા
- ISIS સાથે જોડાયેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી
દિલ્લી: કેન્દ્રીય તપાસ એજન્સી રાજધાની દિલ્હી સહિત 7 અન્ય સ્થળોએ આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલ ઘણા લોકો વિરુદ્ધ દરોડા પાડી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ દરોડા દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં કેરળના કોચી અને બેંગલુરુમાં ચાલી રહ્યા છે. આતંકી પ્રવૃત્તિઓથી સંબંધિત મુદ્દા પર એનઆઈએ દ્વારા હાલમાં ચાર મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. તે જ તપાસમાં માહિતી સામે આવ્યા બાદ આજે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
NIA ના સૂત્રોના જણાવ્યા મુજબ ISIS ને લગતા જૂના કેસની તપાસ દરમિયાન આ આતંકી સંગઠન માટે ભારતમાં કાર્યરત મોડ્યુલ બહાર આવ્યું હતું, જે પછી બીજો એક અલગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન કેટલીક મહિલાઓ સહીત 4 લોકોને કસ્ટડીમાં લઈને એનઆઈએ તપાસ કરી રહી છે. આ ચાર સાથે જોડાયેલા 3 શહેરોમાં 7 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
-દેવાંશી