Site icon Revoi.in

ગેંગસ્ટર-આતંકવાદ નેટવર્કને લઈને NIAની કાર્યવાહી, દિલ્હી-યુપી સહીતના 50થી વધુ સ્થળોએ એક સાથે દરોડા

Social Share

 

સુરક્ષા એજન્સી દ્રારા કેટલાક દિવસોથી NIA આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે જેઓ કોઈને કોઈ માધ્યમથી આતંકવાદીઓ અને અલગતાવાદીઓને સમર્થન આપે છે. થોડા દિવસો પહેલા જ NIAએ ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી.
આ સાથે જ NIAએ ચંદીગઢ અને અમૃતસરમાં પ્રતિબંધિત સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ના વડા ગુરપતવંત સિંહ પન્નુની સ્થાવર મિલકતો જપ્ત કરી હતી. ચંદીગઢમાં ખાલિસ્તાન સમર્થક પન્નુના ઘરની બહાર અને અમૃતસરમાં ખેતીની જમીનની નજીક સંપત્તિ જપ્ત કરવા અંગેની નોટિસ લગાવવામાં આવી છે. આ કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃતિ નિવારણ અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી.આ સહીત છેલ્લા કેટલાક મહિનામાં પંજાબ, હરિયાણા, યુપી જેવા રાજ્યોમાં ગેંગસ્ટરો સક્રિય થયા છે. આ ગુંડાઓને પોતાનું કામ કરવા માટે પૈસાની જરૂર છે, જે પડોશી દેશ પાકિસ્તાનથી આવતા ડ્રગ્સ અને ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા પૂરી કરવામાં આવી રહી છે. NIA સારી રીતે જાણે છે કે આતંકવાદીઓ અને ગેંગસ્ટરોનું આ ગઠબંધન દેશ માટે ખતરનાક સોદો બની શકે છે.જેથી આ કાર્યવાહી કરાઈ રહી છે.