Site icon Revoi.in

NIAએ પ્રતિબંધિત PFI ના 19 સભ્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

Social Share

રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA એ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા-PFI ના 19 સભ્યો વિરુદ્ધ પાંચમી ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં PFI ની રાષ્ટ્રીય કાર્યકારિણીના બાર સભ્યોના નામ સામેલ છે. જેમના પર દેશમાં ઈસ્લામિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે જેહાદ ચલાવવાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે.

NIAના પ્રવક્તાએ કહ્યું કે PFI સંબંધિત કેસમાં અત્યાર સુધીમાં 105 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. NIAએ સલામ, રહેમાન, નઝરુદ્દીન, અહેમદ, અફસર પાશા, ઇ. અબુ બકર, પ્રોફેસર પી. કોયા અને મોહમ્મદ અલી ઝીણા સહિત 19 આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિઓની ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગૃહ મંત્રાલય દ્વારા PFI જૂથ પર પ્રતિબંધ મૂક્યા બાદ દેશભરમાં PFI ઓફિસ સહિત 39 સ્થળોએ દરોડા પાડીને ધરપકડ કરવામાં આવી હતી.

NIA એ ગયા વર્ષના એપ્રિલથી કેસની તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે PFI દેશને સાંપ્રદાયિક ધોરણે વિભાજિત કરવાનું કાવતરું કરી રહ્યું હતું.

PFI ની રચના કેરળમાં 2006 માં કરવામાં આવી હતી અને તેણે 2009 માં એક રાજકીય મોરચો – સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા – પણ બનાવ્યો હતો. કેરળમાં સ્થપાયેલ આ કટ્ટરપંથી સંગઠન, જેણે બાદમાં દેશના જુદા જુદા ભાગોમાં પોતાનો દબદબો ફેલાવ્યો હતો, તેના પર કેન્દ્ર સરકારે આ વર્ષે સપ્ટેમ્બરમાં પ્રતિબંધ મૂક્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર, PFIએ સરકાર સામે હિંસક જવાબી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. પીએફઆઈએ ‘બયાથીસ’નો રસ્તો પસંદ કર્યો હોવાના અહેવાલ છે. આ એક અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે ‘ મોત કા સોદાગર’ અથવા ‘ફિદાયીન’, તેમણે મરવાની અને મારવાની શપથ લીધી હતી.