NIA એ જૈશ એ મોહમ્મદના આતંકીને દબોચ્યો, આતંકવાદી મોહમ્મદ ઉબેદ મલિક જમ્મુ અને કાશ્મીરમાં મોટા ષડયંત્રને આપવાનો હતો અંજામ
- NIA એ જૈશ એ મોહમ્મદના આતંકીની દબોચ્યો
- આ જમ્મુ અને કાશ્મીરમાં મોટા ષડયંત્રને આપવાનો હતો અંજામ
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના ફિરાકમાં હોય છે જો કે સુરક્ષા એજન્સીઓ અને સેના સાથે મળીને તેઓના નાપાક ઈરાદાઓ પણ ફારી ફેરવી રહ્યા છે આજરોજ સુરક્ષા એજન્સીઓએ ખૂબ જ તત્પરતા સાથે એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.
આજ રવિવારે NIAએ જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આતંકવાદીનું નામ મોહમ્મદ ઉબેદ મલિક છે, જે કુપવાડાનો રહેવાસી છે. ઉબેદ પાકિસ્તાનમાં બેઠેલા જૈશના કમાન્ડરના સતત સંપર્કમાં હતો. જે જમ્મુ કાશ્મીરમાં મોટા ષડયંત્રને અંજામ આપવાના ફિરાક માં હતો જો કે તેના નાપાક ઈરાદાઓ પર પાણી ફરી વળ્યું છે.
જાણકારી પ્રમાણે આતંકવાદી ઉબેદ જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી ષડયંત્રને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પકડાયેલ આતંકવાદી પાકિસ્તાનમાં બેઠેલા પોતાના કમાન્ડરને સેનાના જવાનો અને સુરક્ષા દળોની હિલચાલ સાથે જોડાયેલી માહિતી મોકલી રહ્યો હતો.
આતંકવાદી ઉબેદના કબજામાંથી દસ્તાવેજો મળી આવ્યા છે. માહિતી અનુસાર તે કોઈ મોટા આતંકવાદી ષડયંત્રને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હકીકતમાં, વર્ષ 2022માં, એનઆઈએ એ ઘાટીમાં આતંકવાદી ષડયંત્રને લઈને ફરીયાદ નોંધી હતી, ફરીયાદ પાકિસ્તાની કમાન્ડરની મદદથી ઘાટીમાં અલગ-અલગ આતંકવાદી સંગઠનો દ્વારા નોંધવામાં આવી હતી, જેમાં હવાલા દ્વારા ડ્રગ્સનો પણ ઉલ્લેખ હતો.
આ સાથે તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી આતંકવાદી પાકિસ્તાનમાં બેઠેલા જૈશ કમાન્ડરને ખાસ કરીને સૈનિકો અને સુરક્ષા દળોની હિલચાલ વિશે ગુપ્ત માહિતી તેઓને આપતો હતો.સુરક્ષા એજન્સીએ આરોપી પાસેથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવામાં તેની સંડોવણી અંગેના અનેક ગુનાહિત દસ્તાવેજો પણ કબજે કર્યા છે.