Site icon Revoi.in

NIA એ ખાલિસ્તાની અર્શદીપ ડલ્લાના સાગરિત જોન્સને પકડ્યો

Social Share

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એનઆઈએ)ની ટીમે ફિરોજપુરમાં આતંકવાદી અર્શદીપ ડલ્લાના સાગરિત જોન્સ ઉર્ફે જોરાના ધરે દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો. એનઆઈએની ટીમ વહેલી સવારે જોન્શના ઘરે પહોંચી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ તપાસનીશ એજન્સીએ તેને ઝડપી લીધો હતો.

જોન્સના પિતાએ જણાવ્યું હતું કે, એનઆઈએના અધિકારીઓએ તેમને કહ્યું છે કે, તેમને દીકરો દેશની બહાર બેઠેલા દેશવિરોધી તત્વો સાથે સંબંધ ધરાવે છે. જોન્સના પિતાએ વધુમાં કહ્યું હતું કે, મને આ અંગો કોઈ જાણકારી નથી. પોલીસ અમારા ઘરે આવી અને મારા દીકરાને થાના સિટી લઈ છે. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પંજાબમાં એનઆઈએની ટીમે મોગા સ્થિત તક્તૂપિરાના પૂર્વ સરપંચ ગુરમેલ સિંહના ઘરે પણ દરોડા પાડ્યા હતા. તેમજ પરિવારજનોની 3 કલાક સુધી લંબાણપૂર્વકની પૂછપરછ કરી હતી. રિવારજનોના જણાવ્યા અનુસાર એનઆઈએની ટીમ તેમના ઘરેથી મોબાઈલ લઈ ગઈ છે. જો કે, પરવાનો ધરાવતું હથિયાર લઈ નથી લઈ, પોલીસને તપાસ દરમિયાન કંઈ મળી આવ્યું નથી.

ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાનના નેટવર્કને તોડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં 50થી વધારે સ્થળો ઉપર એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેથી ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટરો સાથે જોડાયેલા ફફડાટ ફેલાયો છે.

બીજી તરફ ખાલિસ્તાન મામલે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો છે. એટલું જ નહીં શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિતના દેશોએ કેનેડાના પીએમ ટ્રૂડો સામે ગંભીર આક્ષેપ કરીને નિજ્જરની હત્યા કેસમાં ભારતની સામે કોઈ પુરાવા હોય તો જાહેર કરવાની માંગણી કરી હતી.