પ્રતિબંધિત સંગઠન PFI વિરુદ્ધ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના અનેક સ્થળો NIA ના દરોડા
દિલ્હીઃ – સુરરક્ષા એજન્સલીો દ્રારા દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવાઈ રહ્યું છે ત્યારે આજરોજ બુધવારે દેશભરમાં પ્રતિબંધિત સંગઠન PFI વિરુદ્ધ કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એ દેશમાં ડઝનબંધ સ્થળોએ દરોડા પાડ્યા છે.કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જુની દિલ્હીના હૌજી કાલી પોલીસ સ્ટેશન વિસ્તારના બલ્લીમારાનમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
PFI પર ગયા વર્ષે એન્ટી ટેરરિસ્ટ અનલોફુલ એક્ટિવિટી એક્ટ (UAPA) હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે, કેસ નંબર 31/2022 હેઠળ આ દરોડો પાડવામાં આવ્યો છે. આ મામલો હિંસક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં PFI, તેના નેતાઓ અને કાર્યકર્તાઓની સંડોવણી સાથે સંબંધિત છે.
આ સહીત આ કેસ સાથે જોડાયેલા તમામ આરોપીઓ હિંસક અને ગેરકાયદેસર ગતિવિધિઓના હેતુથી પટનાના ફુલવારી શરીફ વિસ્તારમાં એકઠા થયા હતા. અગાઉ એનઆઈએએ રવિવારેના રોજ તિરુવનંતપુરમ એરપોર્ટ પરથી PFI શંકાસ્પદની અટકાયત કરી હતી. એજન્સીએ આ વ્યક્તિને કુવૈતની ફ્લાઈટમાં ચડવાનો હતો તે પહેલા જ પકડી લીધો હતો.
એનઆઈએ એ બુધવારે વહેલી સવારે પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સાથે સંકળાયેલા લોકો સામે મોટાપાયે દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુ સહિત દેશભરમાં 20 સ્થળો પર NIAના હાલ પણ દરોડા ચાલુ છે.
દિલ્હીના હૌજ કાઝી પોલીસ સ્ટેશન વિસ્તારના બલી મારન, રાજસ્થાનના ટોંક, તમિલનાડુના મદુરાઈ, ઉત્તર પ્રદેશના બારાબંકી, લખનૌ, બહરાઈચ, સીતાપુર અને હરદોઈ સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. એજન્સીએ લખનૌના માડેગંજના બાડી પકરિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. બીજી તરફ NIAએ મુંબઈ, થાણે, નવી મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં લગભગ પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAની ટીમે અબ્દુલ વાહિદ શેખના વિક્રોલી સ્થિત ઘર ઉપરાંત મહારાષ્ટ્રના ભિવંડી, મુંબ્રા અને અન્ય ઘણા જિલ્લાઓમાં પણ સર્ચ કર્યું હતું.