Site icon Revoi.in

કર્ણાટકમાં કોંગ્રેસના પૂર્વ નેતાના દીકરાના ઘરે NIAના દરોડા: ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શનની આશંકા

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકના કોંગ્રેસના પૂર્વ નેતા દિવંગત બી.એસ.ઈદિનબ્બાના ઘર ઉપર રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. પૂર્વ નેતાના પુત્ર બી.એમ.બાશાના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શન હોવાની આશંકાના પગલે દરોડા પાડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. એનઆઈએની કાર્યવાહીના પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બીએમ બાશા કર્ણાટકમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મંગલુરુના મસ્તીકટ્ટે વિસ્તારમાં આવેલા બાશાના ઘરે સવારે એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. એનઆઈએની ટીમે બાશા અને તેની પૂછપરછ આરંભી હતી. એનઆઈએના 20થી વધુ અધિકારીઓએ દરોડા પાડ્યાં હતા.

દરમિયાન એનઆઈએ દ્વારા આજે સવારે જમ્મુ-કાશ્મીરમાં પણ ત્રણ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. બાંદીપોર સ્થિત હાર્ડવેયર સ્ટોરનો પણ સમાવેશ થાય છે. એજન્સીના જણાવ્યા અનુસાર હાલ આ મામલે તપાસ ચાલુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના પૂર્વ નેતાના દીકરા પર ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધ હોવાની આશંકા છે. જેથી એજન્સી દ્વારા દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.