શ્રીનગરઃ- જમ્મુ કાશ્નમીરમાં સતત આતંકવાદીઓની નજર રહેલી હોય છે આ સાથે જ અહીંના લોકોને ભડકાવીને બ્રેઈનવોશ કરીને આતંકી સંગઠનો સાથે જોડવામાં આવે છે આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ દ્રારા સતત નજર રાખીને આતંકી પ્રવૃત્તિઓને નુિષ્ફળ બનાવવામાં આવે છે ત્યારે આજરોજ શુક્રવારે જમ્મુ કાશ્મીરના પુલવામાં એનઆઈએ દ્રારા અનેક સ્થળઓએ દરોડા પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ સવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પુલવામા જિલ્લામાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે. જો કે, હજુ સુધી દરોડા અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરાયું નથી.હાલ NIAની ટીમ જમ્મુ-કાશ્મીરમાં દરોડા પાડી રહી છે.
મળતી માહિતી મુજબ, આ દરોડા પુલવામા જિલ્લામાં અલગ-અલગ જગ્યાઓ પર ચાલી રહ્યા છે. આ દરોડા આતંકવાદી ફંડિંગ અને આતંકવાદીઓ સાથેના સંબંધોને લઈને કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ દરોડા કોના સ્થળો પર પાડવામાં આવી રહ્યા છે અને NIAના રડારમાં કોણ કોણ છે.એનઆઈએ ના અધિકારીઓ અનેક વાહનોમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા.