દિલ્હી – દેશભરના અનેક ષડયંત્ર અને ભ્રષ્ટાચાર સામે નેશનલ એજન્સી દ્વારા સતત કાર્યવાહી થઈ રહી છે ત્યારે આજ રોજ સવારથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દેશભરમાં 40 થી વધુ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું.
જાણકારી અનુસાર એજન્સીએ મહારાષ્ટ્રના થાણે, પુણેથી મીરા ભાયંદર સુધીના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. તે જ સમયે, કર્ણાટકમાં પણ એજન્સીએ ઘણી જગ્યાએ વહેલી સવારે દરોડા પાડ્યા હતા.
આ સહિત NIA દ્વારા દરોડા પાડવામાં આવેલા 44 સ્થળોમાં કર્ણાટકમાં એક, પુણેમાં બે, થાણે ગ્રામીણ વિભાગમાં 31, થાણે શહેરમાં નવ અને ભાયંદરમાં એક સ્થાનનો સમાવેશ થાય છે.આ દરોડા વૈશ્વિક આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સીરિયા દ્વારા દેશભરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાના કાવતરા સાથે જોડાયેલા કેસમાં ચલાવવામાં આવી રહ્યો છે. ISISની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠનોમાં થાય છે.
એનઆઈએ અનુસાર, 44 એવી જગ્યાઓ છે જ્યાં શનિવારે સવારથી એનઆઈએ ના દરોડા ચાલુ છે. તેમાંથી કર્ણાટકમાં એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. તે જ સમયે, એનઆઈએ અધિકારીઓએ પુણેમાં 2, થાણે ગ્રામીણમાં 31, થાણે શહેરમાં 9 અને ભાયંદરમાં એક જગ્યાએ દરોડા પાડ્યા છે. એનઆઈએ ભારતમાં આતંક અને હિંસા ફેલાવવાની આતંકી સંગઠનની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે વ્યાપક તપાસ કરી રહી છે. અગાઉ પણ આવા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ઘણા શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.