- દાઉદ ઈબ્રાહીમ સામે એનઆઈએ એ નોંધી એફઆઈઆર
- દેશમાં આતંકી કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો
દિલ્હી- કુખ્યાત ડોનથી બનેલો દાઉદ ઈબ્રાહીમ છેલ્લા ઘણા સમયથી ફરાર છે, ત્યારે હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ તેના સામે મોટી કાર્યવાહી કરી છે.અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ સહિત તેની ગેંગના છ લોકો વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવી ચૂક્યો છે.ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયના તાજેતરના આદેશ બાદ તપાસ એજન્સીએ દાઉદ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આતંકવાદ વિરોધી એજન્સીએ દાઉદ અને અન્યો વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધ્યો છે. એનઆઈએમાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ રેન્કના અધિકારીની આગેવાની હેઠળની એક વિશેષ ટીમ પોલીસ અધિક્ષક સાથે આ મામલાની તપાસ કરશે.
જાણવા મળ્યું છે કે દાઉદ અને તેના કેટલાક સહયોગીઓના નામ આ એફઆરઆઈમાં દાખલ કરાયા છે, જેમાં હવાલાના નાણાંના હાઇજેકિંગ સહિત વિવિધ માધ્યમો દ્વારા ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેમની ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે તે “અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ ભારતનો મોસ્ટ વોન્ટેડ ભાગેડુ છે. 12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં 13 બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં 257 લોકો માર્યા ગયા હતા. તે જ સમયે, 713 થી વધુ ઘાયલ થયા હતા. હુમલાની યોજના દાઉદ ઈબ્રાહિમ દ્વારા બનાવવામાં આવી હતી. ત્યારે હવે તેના વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.