NIA એ ખાલિસ્તાની આતંકીઓની નવી યાદી જાહેર કરી,, 19 ખાલિસ્તાનીઓ બ્લેક લીસ્ટમાં
દિલ્હીઃ- કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો ભારત પર આરોપ લગાવ્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ફસાયા છે આરોપ લગાવ્યા બાદ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હજુ સુધી કોઈ પુરાવા બતાવ્યા નથી. આવી સ્થિતિમાં તેમના દાવાઓને ખોટા જાહેર કરવામાં આવી રહ્યા છે.
કેનેડાના પીએમના વલણ બાદ ભારત સખ્દત વલણ અપનાવી રહ્યું છે વધુ એક મોટી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. કેનેડિયનો માટે વિઝા સેવાઓ રદ કર્યા બાદ ભારત હવે ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે.
જાણકારી પ્રમાણે વિદેશમાં ભારતીય સંસ્થાઓ, વાણિજ્ય દૂતાવાસ અને દૂતાવાસ પર હુમલા બાદ ભારત વિરોધ કરનારાઓના પાસપોર્ટ રદ કરી શકે છે. તેમનું ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ પણ રદ થવાના એહવાલ સામે આવી રહ્યા છે.
વઘુ માહિતી પ્રમાણે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ખાલિસ્તાની આતંકવાદીઓની નવી યાદી બહાર પાડી છે. આમાં કુલ 19 નામ છે. જેમાં બ્રિટનમાં રહેતા 7 ખાલિસ્તાની અને અમેરિકામાં રહેતા 5 ખાલિસ્તાનીઓનો સમાવેશ થાય છે. આ 19 લોકો એ છે જે વિદેશમાં રહીને ભારત વિરુદ્ધ ભારત વિરોધી પ્રચાર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ નવી યાદી શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંત સિંહ પન્નુની સંપત્તિ જપ્ત કર્યા બાદ બહાર પાડવામાં આવી છે. બીજી તરફ એક સંગઠનના કાર્યકરોએ રવિવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું અને તેમના પર ખાલિસ્તાની અલગાવવાદીઓને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો.
એ જાણીતું છે કે ભારતના આ પગલાથી સરકારને ભારતમાંથી આ આતંકવાદીઓના નાણાં રોકવામાં મદદ મળશે અને તેઓને અહીં આવવા દેવામાં આવશે નહીં. સરકારે અમેરિકા, બ્રિટન, કેનેડા, UAE, પાકિસ્તાન અને અન્ય દેશોમાં રહેતા 19 ફરાર ખાલિસ્તાની આતંકવાદીઓની ઓળખ કરી છે. જેમાં યુકેમાં પરમજીત સિંહ પમ્મા, પાકિસ્તાનમાં વાધવા સિંહ બબ્બર ઉર્ફે ચાચા, યુકેમાં કુલવંત સિંહ મુથડા, યુએસમાં જેએસ ધાલીવાલ, યુકેમાં સુખપાક સિંહ, યુએસમાં હેરિયટ સિંહ ઉર્ફે રાણા સુંગ, સરબજીત સિંહ બેનૂરનો સમાવેશ થાય છે.
આ સહીત યુ.કે.માં કુલવંત સિંહ ઉર્ફે કાન્તા, હરજાપ સિંહ ઉર્ફે જપ્પી ડીંગ યુએસએમાં, રણજીત સિંહ નીતા પાકિસ્તાનમાં, ગુરમીત સિંહ ઉર્ફે બગ્ગા અને ગુરપ્રીત સિંહ ઉર્ફે બાગી યુકેમાં, જસ્મીન સિંહ હકીમઝાદા યુએઈમાં, ગુરજંત સિંહ ધિલ્લોન ઓસ્ટ્રેલિયા, જસબીત સિંહ સિંઘ રોડે યુરોપ અને કેનેડામાં, યુએસએ અમરદીપ સિંહ પુરેવાલ ભારતમાં, જતિન્દર સિંહ ગ્રેવાલ કેનેડામાં, એસ. હિંમતસિંહનો સમાવેશ થાય છે.