દિલ્હી – ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાની તપાસ માટે અમેરિકન અધિકારીઓ ભારત આવવાના છે. અમેરિકાએ દાવો કર્યો હતો કે એક ભારતીય નાગરિકે આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તે જ સમયે, ભારત સરકારના કેટલાક અજાણ્યા અધિકારીની સંડોવણીના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટર ક્રિસ્ટોફર રે આગામી સપ્તાહે ભારતની મુલાકાતે આવવાની ધારણાઓ સેવાઇ રહી છે રાષ્ટ્રીય તપાસ એજન્સીખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનનો મુદ્દો મુલાકાતે આવેલા યુએસ અધિકારી સાથે ઉઠાવવાની તૈયારી કરી રહી છે.
આ સાથે જ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રે તેમની ભારત મુલાકાત દરમિયાન અહીં રાષ્ટ્રીય રાજધાનીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન તેમજ NIA બંનેના અધિકારીઓને મળશે, રાજદૂત એરિક ગારસેટીએ બુધવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં FBI ડિરેક્ટર ક્રિસ્ટોફર રેની આગામી સપ્તાહે મુલાકાત અંગે પુષ્ટિ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગુરપતવંત સિંહ પન્નુ અમેરિકન કેનેડિયન નાગરિક છે. તે દરરોજ ન્યૂયોર્કમાં રહે છે અને ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. વર્ષ 2019માં NIA દ્વારા પન્નુ સામે પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો. ભારતે ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ અમેરિકાના આરોપોનું સન્માન કર્યું છે. ભારતે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. વ્હાઈટ હાઉસે પણ ભારતના આ નિર્ણયની પ્રશંસા કરી છે.