- NIA ની તસ્કરો અને આતંકીઓ સામે લાલઆંખ
- પંજાબ, પહિરાયણા સહીતના રાજ્યોમાં તાબડતોડ રેડ પાડી
દિલ્હીઃ- દેશભરમાં ગુનાઓ વિરુદ્ધ ,સરકાર તેજ કાર્યવાહી કરી રહી છે, સીબીઆઈથી લઈને ઓનઆઈએ અને એનસીબી સુધીની ટીમ અનેક ક્રાઈમ સાથે ડીલ કરી રહી છે અને ગુનેગારો સામે કાર્વાહી કરી રહી છે ત્યારે વિતેલા દિવસે જ એનઆઈએ એ દેશના ઘણા રાજ્યોમાં તવાઈ બોલાવી છે એક બાદ એક દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એ મંગળવારે દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાનમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડો આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ સ્મગલરો અને ભારત અને વિદેશમાં ઉભરતા સાંઠગાંઠને ખતમ કરવા માટે કરવામાં આવ્યો છે.
આ અગાઉ 14 ઓક્ટોબરે પણએનઆઈએ એ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લા સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. ડ્રોન ડિલિવરી કેસને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી.NIA આપેલી માહિતી પ્રમાણે ડ્રોન ડિલિવરી કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. છેલ્લા નવ મહિનામાં પાડોશી દેશ પાકિસ્તાનમાંથી 191 ડ્રોન આવ્યા છે. દેશની આંતરિક સુરક્ષાને લઈને આ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે.